બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહીસાગરમાં દૂધ વાહન અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત! માતા, દીકરા અને દાદીનું મો*ત

દુઃખદ / મહીસાગરમાં દૂધ વાહન અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત! માતા, દીકરા અને દાદીનું મો*ત

Published By: Vishal Khamar

Last Updated: 04:49 PM, 14 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહીસાગરના લુણાવાડા-સંતરામપુર રોડ પર દૂધ વાહન અને કાર વચ્ચે અકસ્માતમાં માતા, દીકરા અને દાદી સહિત ત્રણ લોકોના મોત થયા. મૃતકો ફતેપુરાના રહેવાસી હતા.

મહીસાગર જિલ્લામાં લુણાવાડા-સંતરામપુર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોનાં કરુણ મોત થયા છે. દૂધ વાહન અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના માતા, દીકરા અને દાદીનું ઘટનાસ્થળે અથવા સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, મૃતકો દાહોદ જિલ્લાના ફતેપુરાના રહેવાસી હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક (SP)એ પણ સ્થળ પર પહોંચીને સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી.

મૃતકોની વિગત

  • હાર્દિકભાઈ પ્રશાંતભાઈ પ્રજાપતિ (પુત્ર)
  • પુષ્પાબેન પ્રશાંતભાઈ પ્રજાપતિ (માતા)
  • સવિતાબેન કાળુભાઈ પ્રજાપતિ (દાદી)

અકસ્મત બાદ રોડ પર લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા. પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે અને મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો અને બંને વાહનોની ચોક્કસ સ્થિતિ શું હતી તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ "દશામાનું વ્રત તો વેપાર છે!" વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ફરી સર્જ્યો વિવાદ, ભક્તો બગડ્યા

એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી ફતેપુરા સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahisagar accident Lunawada Santrampur Road accident Gujarat road accident

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ