બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / લગ્ન પછીની પહેલી હરિયાળી ત્રીજ? જાણો વ્રત કેવી રીતે રાખવું, પૂજાની વિધિ અને શુભ મુહૂર્ત
5 ફોટો ગેલેરી
Last Updated: 03:39 PM, 14 August 2026
1/5
આવતીકાલ શનિવાર, 15 ઓગસ્ટના રોજ હરિયાળી ત્રીજનો તહેવાર ઉજવવામાં આવશે. શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ આવતો આ તહેવાર પરિણીત મહિલાઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખે છે અને ભગવાન શિવ તથા માતા પાર્વતીની પૂજા-અર્ચના કરે છે, તેઓ અખંડ સૌભાગ્ય, સુખી દાંપત્ય જીવન અને પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરે છે.
2/5
3/5
જ્યોતિષીઓ વ્રત રાખતી મહિલાઓને વહેલી સવારે ઊઠીને સ્નાન કરવા, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા અને વ્રત પાળવાનો સંકલ્પ કરવાની સલાહ આપે છે. ઘણી મહિલાઓ હરિયાળી તીજ પર 'નિર્જલા' વ્રત રાખે છે. જોકે, જો તમારું સ્વાસ્થ્ય સારું ન હોય, તો તમે માત્ર ફળાહાર કરીને પણ આ વ્રત રાખી શકો છો. આ દિવસે હાથમાં મહેંદી લગાવવી અને લીલા રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. આ પ્રસંગે સોળ શણગાર કરવાની પણ પરંપરા છે.
4/5
સાંજના સમયે, 'સોળ શણગાર' સજીને ઘરના ઈશાન ખૂણામાં લાકડાનો એક નીચો પાટલો (બાજટ) મૂકો અને તેના પર પીળું વસ્ત્ર પાથરો. પછી તેની પર ભગવાન શિવ અને માતા પાર્વતીની તસવીર અથવા મૂર્તિ સ્થાપિત કરો.સૌપ્રથમ, ભગવાન ગણેશનું ધ્યાન કરો અને પૂજાની સફળ સમાપ્તિ માટે પ્રાર્થના કરો. ત્યારબાદ, ભગવાન શિવ અને માતા પાર્વતીને ફૂલ, ફળ અને મીઠાઈ અર્પણ કરો. ભગવાન શિવને બિલીપત્ર અને જળ અર્પણ કરો, તથા માતા પાર્વતીને શણગારની સામગ્રી અર્પણ કરો. ત્યારબાદ, હરિયાળી ત્રીજની કથા સાંભળો અથવા વાંચો અને અંતે આરતી કરો. પૂજા પછી પરિવારના વડીલોના આશીર્વાદ લો.
5/5
પંચાંગ અનુસાર, હરિયાળી ત્રીજની તૃતીયા તિથિ શુક્રવાર, 14 ઓગસ્ટના રોજ સાંજે 6:46 વાગ્યે શરૂ થશે અને શનિવાર, 15 ઓગસ્ટના રોજ સાંજે 5:28 વાગ્યે સમાપ્ત થશે. 15ઓગસ્ટના રોજ પૂજા માટેનો સૌથી શુભ સમય સૂર્યોદયથી સવારે 9:08 વાગ્યા સુધીનો રહેશે. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ