બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પતિને છેતરી પત્નીએ કર્યું એવું કામ.. મકાન વેચવા મજબૂર થયો પતિ
Last Updated: 03:39 PM, 14 August 2026
નિકોલ વિસ્તારની હેરિટેજ હાઈટ્સમાં રહેતી રાધિકા લક્કડે પતિ હિરેન લક્કડ, સાસુ રસીલા લક્કડ અને દેરાણી દિવ્યા હરખાણી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. રાધિકાનાં લગ્ન વર્ષ ર૦૧૯માં સમાજના રીતરિવાજ મુજબ હિરેન સાથે થયાં હતાં. લગ્ન સમયે રાધિકા ૧૭ તોલા સોનાના દાગીના દહેજમાં લઈને સાસરીમાં ગઈ હતી.
ADVERTISEMENT
રાધિકાના જણાવ્યા મુજબ હિરેન ફાઈનાન્સ અને જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને તેના પર દેવું થઈ ગયું હતું. દેવું ચૂકવવા માટે તેણે લોકોને પોતાનું મકાન પણ આપી દીધું હતું. ત્યાર બાદ રાધિકા અને હિરેન અલગ મકાનમાં રહેવા ગયાં હતાં. ત્યાં પણ હિરેન પર દેવું વધી જતાં તેણે રાધિકાના દહેજમાં આવેલા ૧૭ તોલા સોનાના દાગીના વેચી દીધા હોવાનો આક્ષેપ છે. રાધિકાએ ફરિયાદમાં વધુ આક્ષેપ કર્યો છે કે પતિની આ હરકતોમાં સાસુ અને દેરાણી પણ તેને સાથ આપતાં હતાં.
બંને તેને અવારનવાર અપમાનિત કરી ‘તું અભાગણી છે અને અમારા ઘરમાં રહેવા લાયક નથી’ તેમ કહેતાં હતાં. મકાનનું ભાડું ન ચૂકવાતાં મકાન માલિકે બંનેને ઘર ખાલી કરાવી દીધું હતું. ત્યાર બાદ રાધિકા પોતાના પિયરમાં જતી રહી હતી. રાધિકાના આક્ષેપ મુજબ તેના ૧૭ તોલાના દાગીના ઉપરાંત પિયરથી મળેલા ૧ર.૮પ લાખ રૂપિયા પણ પતિએ લીધા હતા એટલું જ નહીં, હિરેને રાધિકાના નામે ર૦ લાખ રૂપિયાની લોન પણ લીધી હોવાનો આક્ષેપ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ માત્ર પુસ્તક આધારિત નથી રહ્યો ધોરણ 11નો અભ્યાસક્રમ, હવે આ વિષયોમાંથી કોઈ એક પસંદ કરવો પડશે
રાધિકાએ દાગીના અને રોકડ પરત માગતાં હિરેને ઈનકાર કર્યો હતો. એક વર્ષથી પિયરમાં રહેતી રાધિકાએ અંતે નિકોલ પોલીસનો સંપર્ક કરતાં પોલીસે પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.