બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / પ્રેગ્નન્સીમાં કિયારા અડવાણીએ શૂટ કરી 'ટૉક્સિક', જાણો કિયારા માટે શું બોલ્યા યશ?

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / પ્રેગ્નન્સીમાં કિયારા અડવાણીએ શૂટ કરી 'ટૉક્સિક', જાણો કિયારા માટે શું બોલ્યા યશ?

Last Updated: 12:04 PM, 14 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ફિલ્મ 'ટોક્સિક'ની રિલીઝની તારીખ નજીક આવી રહી છે. ગુરુવારે યોજાયેલા ફિલ્મના આલ્બમ લોન્ચ કાર્યક્રમમાં યશે અભિનેત્રીઓના વખાણ કર્યા હતા અને ખાસ કરીને કિયારા અડવાણીની ડેડિકેશનની પ્રશંસા કરી હતી.

1/6

photoStories-logo

1. ફિલ્મ ટોક્સિકનો થયુ આલ્બમ લોન્ચ

સાઉથ સુપરસ્ટાર યશની મચઅવેટેડ ફિલ્મ 'ટોક્સિક' ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગુરુવારે યોજાયેલા આ ફિલ્મના આલ્બમ લોન્ચ કાર્યક્રમમાં યશે ફિલ્મની મુખ્ય અભિનેત્રીઓના વખાણ કર્યા હતા. તેમણે હુમા કુરેશીને 'ચેલેન્જિંગ', રુકમિની વસંતને 'લોંગ-ડિસ્ટન્સ રનર' , તારા સુતારિયાને 'સ્ટનિંગ' અને કિયારા અડવાણીને 'ડેડિકેટેડ' ગણાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે કિયારાના ખૂબ જ વખાણ કર્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કિયારાનો આભાર માન્યો

યશ અનુસાર, ગર્ભવતી હોવા છતાં કિયારાએ પોતાના કામ પ્રત્યે જે ડેડિકેશન જાળવી રાખ્યું તે ખરેખર પ્રશંસનીય છે. તેમણે જણાવ્યું કે તેણે અત્યંત મહેનત અને સમર્પણ સાથે આ ફિલ્મ પર કામ કર્યું. યશે આ ફિલ્મનો હિસ્સો બનવા બદલ કિયારાનો આભાર માન્યો અને કહ્યું કે તેની મહેનતે આ ફિલ્મને ખાસ બનાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કિયારા માટે શું બોલ્યો યશ?

ઇવેન્ટ દરમિયાન યશને કિયારા સાથે કામ કરવાના તેના અનુભવ વિશે પૂછવામાં આવ્યું. તેણે જવાબ આપ્યો કે તે એક પ્રોફેશનલ એક્ટ્રેસ છે. તેણે સ્વીકાર્યું કે જ્યારે કિયારા આ પ્રોજેક્ટ સાથે જોડાઈ ત્યારે તેને થોડી ચિંતા થઈ હતી, કારણ કે તેની ભૂમિકા ઘણી પડકારજનક હતી અને શૂટિંગ ખૂબ મુશ્કેલ હતું તથા તેમાં ભારે મહેનતની જરૂર હતી. જ્યારે તેણે કિયારાને પૂછ્યું કે, શું તેણે અગાઉ ક્યારેય રેન સિક્વેન્સ શૂટિંગ કર્યું છે, ત્યારે તેણે 'ના' કહ્યું. તેમ છતાં, તેણે જે સમર્પણભાવ દર્શાવ્યો તેનાથી યશ પ્રભાવિત થઈ ગયો; તેણે પોતાને સંપૂર્ણપણે આ ફિલ્મ માટે સમર્પિત કરી દીધા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. થેક્યૂ કિયારા આ ફિલ્મ સ્પેશિયલ છે- યશ

કિયારાની ગર્ભાવસ્થાની સફર વિશે વાત કરતા યશે કહ્યું, "પ્રેગ્નેન્ટ હોવા છતાં, તેણે સંપૂર્ણ નિષ્ઠા સાથે ફિલ્મનું કામ પૂરું કર્યું. શૂટિંગ દરમિયાન, દિગ્દર્શક ગીતુ મોહનદાસ અને મને કિયારાની ચિંતા થતી હતી. ગીતુ અને મેં સેટ પર બાઉન્સર્સ અને બોડીગાર્ડ્સની જેમ જ તેની સંભાળ રાખી હતી. થેક્યૂ, કિયારા આ ફિલ્મ સ્પેશિયલ છે."

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ટોક્સિક'ના શૂટિંગ દરમિયાન તે ગર્ભવતી હતી

કિયારા 'ટોક્સિક' ફિલ્મમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે, જેમાં યશ સાથેના અંગત દ્રશ્યોનો પણ સમાવેશ થાય છે. આ બાબતે ઇન્ટરનેટ પર ભારે હોબાળો મચી ગયો હતો. લગ્ન અને બાળકને જન્મ આપ્યા બાદ આવા દ્રશ્યો કરવા બદલ તેને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. જોકે, અભિનેત્રીએ ટ્રોલ્સની પરવા કરી ન હતી અને સકારાત્મક અભિગમ જાળવી રાખ્યો હતો. 'ટોક્સિક'ના શૂટિંગ દરમિયાન તે ગર્ભવતી હતી. ડિસેમ્બર 2025માં કિયારાએ ખુલાસો કર્યો હતો કે તેણે ગર્ભાવસ્થા દરમિયાન લગભગ સાત મહિના સુધી કામ કર્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કિયારાએ પણ શેર કરી મનની વાત

શરૂઆતમાં માત્ર દિગ્દર્શક ગીતુ મોહનદાસ અને નિર્માતાને જ તેની ગર્ભાવસ્થા વિશે જાણ હતી. કિયારાના જણાવ્યા અનુસાર, ભાવુક અને પડકારજનક દ્રશ્યોના શૂટિંગ દરમિયાન તે તેના આવનાર બાળક સાથે વાત કરતી હતી. તેની ગર્ભાવસ્થાની અસર ફિલ્મની શૂટિંગની શિડ્યૂલ પર પણ પડી હતી. આ ફિલ્મ 26 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થવાની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

toxic commitment despite pregnancy yash praised kiara advani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ