બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'મિર્ઝાપુર' ફિલ્મ કાસ્ટ ફી : પંકજ ત્રિપાઠીથી લઈને 'ગોલુ' સુધી, કોને કેટલા મળ્યા પૈસા?

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / 'મિર્ઝાપુર' ફિલ્મ કાસ્ટ ફી : પંકજ ત્રિપાઠીથી લઈને 'ગોલુ' સુધી, કોને કેટલા મળ્યા પૈસા?

Last Updated: 11:26 PM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મિર્ઝાપુર: ધ મૂવી આશરે 250 કરોડના બજેટવાળી આ ફિલ્મ 4 સપ્ટેમ્બર 2026ના રોજ રિલીઝ થશે. એવામાં કયા એકટરે કેટલી ફી લીધી તે વિષે જાણીએ.

1/6

photoStories-logo

1. મિર્ઝાપુર

મિર્ઝાપુર વેબસિરીઝના ફિલ્મી વર્ઝનનો ટ્રેલર આવતાં જ ફેન્સમાં જોરદાર એકસાઈટમેન્ટ છવાઈ ગયુ છે. લોકો હવે કાસ્ટથી માંડીને સ્ટોરી સુધીની દરેક વિગત જાણવા આતુર છે. ઓટીટી પર છવાઈ ગયેલી આ લોકપ્રિય સિરીઝના પરિચિત ચહેરાઓ – પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેન્દુ શર્મા, રવિ કિશન અને બીજા એક્ટર્સ હવે મોટી સ્ક્રીન પર પોતાના જૂના રોલ સાથે પાછા ફરી રહ્યા છે. આ કારણે ફેન્સની જિજ્ઞાસા એ બાબતે પણ વધી છે કે આ ફિલ્મ માટે આ એક્ટર્સે કેટલી ફી લીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પંકજ ત્રિપાઠી

રિપોર્ટ્સ અનુસાર રોલના મહત્ત્વતા પ્રમાણે ફી નક્કી કરવામાં આવી છે. સૌથી મોટી ચર્ચા પંકજ ત્રિપાઠીની ફીને લઈને છે. કાલીન ભૈયાના રોલમાં પાછા ફરી રહેલા પંકજ ત્રિપાઠીને આ ફિલ્મ માટે લગભગ 15 કરોડ રૂપિયા મળ્યા હોવાનું કહેવાય છે. અનેક માધ્યમોની રિપોર્ટ્સ પ્રમાણે તેઓ આ ફિલ્મના સૌથી વધુ ફી મેળવનારા એક્ટર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. અલી ફઝલ અને દિવ્યેન્દુ શર્મા

અલી ફઝલ ફરી એકવાર ગુડ્ડૂ પંડિત એટલે કે ગુડ્ડૂ ભૈયાના રૂપમાં જોવા મળશે. તેને આ ફિલ્મ માટે આશરે 4 કરોડ રૂપિયાની ફી લીધી હોવાનું જણાય છે. તે જ રીતે મુન્ના ત્રિપાઠીના કિર્દારમાં વાપસી કરી રહેલા દિવ્યેન્દુ શર્માને આશરે 3 કરોડ રૂપિયા મળ્યા હોવાનું કહેવાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. જીતેન્દ્ર કુમાર અને શ્વેતા ત્રિપાઠી

પંચાયતમાં સચિવજી તરીકે જાણીતા જીતેન્દ્ર કુમાર આ ફિલ્મમાં બબલૂ પંડિત (યાદવજી)ના રોલમાં દેખાશે. આ રોલ મૂળ સિરીઝમાં વિક્રાંત મૈસીએ નિભાવ્યો હતો. રિપોર્ટ્સ પ્રમાણે જીતેન્દ્ર કુમારે લગભગ 1.5 કરોડ રૂપિયાની ફી લીધી છે. ગજગામિની એટલે કે ગોલૂ ગુપ્તાના કિર્દારમાં પાછા ફરી રહેલી શ્વેતા ત્રિપાઠીને આશરે 95 લાખ રૂપિયા મળ્યા હોવાનું કહેવાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. બજેટ કેટલું?

ફિલ્મના બજેટની વાત કરીએ તો મિર્ઝાપુર: દ મૂવીનું બજેટ આશરે 250 કરોડ રૂપિયા આસપાસ હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. આ આંકડો હજુ અનુમાનિત છે અને મેકર્સ તરફથી કોઈ ઓફીશીયલ પુષ્ટિ મળી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ક્યારે થશે રીલીઝ ?

ફિલ્મનું ટ્રેલર 11 ઓગસ્ટ 2026ના રોજ રિલીઝ થયુ હતું અને તે 4 સપ્ટેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં આવશે. જેનું ડાયરેક્શન ગુરમીત સિંહે કર્યું છે જ્યારે સ્ટોરી અને સ્ક્રીપ્ટની જવાબદારી પુનીત કૃષ્ણા સંભાળી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mirzapur Pankaj Tripathi film version
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ