બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પાણી ભરાવાની સમસ્યાથી અમદાવાદીઓ પરેશાન, અમિત શાહે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, AMC આવ્યું એક્શનમાં
Last Updated: 09:46 PM, 13 August 2026
અમદાવાદમાં ચોમાસા દરમિયાન સર્જાતી જળભરાવની સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે તંત્ર દ્વારા મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને આંબલી, બોપલ, ઘુમા અને શેલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગંભીર નોંધ લીધી છે અને આ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી કાયમી ઉકેલ માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી છે.
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહમંત્રીની સૂચનાને પગલે હાઈડ્રોલોજિકલ સર્વે કરવામાં આવ્યો
કેન્દ્રીય ગૃહમંત્રીની સૂચનાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંબંધિત વિસ્તારોમાં હાઇડ્રોલોજિકલ સર્વે કરવામાં આવ્યો છે. સર્વેના આધારે વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પાણીના ઝડપી નિકાલની વ્યવસ્થા ઉભી કરવાનો હેતુ
માસ્ટર પ્લાન હેઠળ હાલના ડ્રેનેજ નેટવર્કની ક્ષમતા અને કનેક્ટિવિટીનું મૂલ્યાંકન કરીને નવા ડ્રેનેજ નેટવર્ક ઊભા કરવા તેમજ વિવિધ વિસ્તારોના નેટવર્કનું ઇન્ટર કનેક્શન કરવાની યોજના બનાવવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ ભારે વરસાદ દરમિયાન પાણીના ઝડપી નિકાલની વ્યવસ્થા ઊભી કરવાનો છે.
ADVERTISEMENT
AMC દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી
ADVERTISEMENT
આ ઉપરાંત, વારંવાર પાણી ભરાતા વોટર લોગિંગ સ્પોટ્સને ઓળખી તેને દૂર કરવા માટે પણ AMC દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વરસાદી પાણીનો પ્રવાહ અવરોધાય નહીં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી લાંબા સમય સુધી ન ભરાય તે માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે.
વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ઊભી કરવાનો પણ સમાવેશ
ADVERTISEMENT
યોજનામાં ગોતા–ગોધાવી કેનાલ સુધી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ઊભી કરવાનો પણ સમાવેશ થાય છે. સાથે જ જરૂરી સ્થળોએ વરસાદી પાણીનો નિકાલ સાબરમતી નદી સુધી પહોંચે તે માટેની વ્યવસ્થા વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ઘરે પત્તા રમવું ગુનો નહીં, ગુજરાત હાઈકોર્ટે 2018ના કેસમાં આપ્યો ચુકાદો, આવા કિસ્સામાં FIRના કરી શકે પોલીસ
ADVERTISEMENT
આ પગલાં અમલમાં આવ્યા બાદ આંબલી, બોપલ, ઘુમા અને શેલા સહિતના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન સર્જાતી જળભરાવની સમસ્યામાં ઘટાડો થવાની આશા છે. હવે માસ્ટર પ્લાનના તબક્કાવાર અમલીકરણ પર નજર રહેશે, જેથી દર ચોમાસે ઉભી થતી સમસ્યાનો તાત્કાલિક નહીં પરંતુ કાયમી ઉકેલ મળી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.