બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાંદીપની આશ્રમ પરિસરમાં કામ કરતી યુવતી પર દુષ્કર્મ, જાનથી મારી નાખવાની ધમકી આપી કર્યું કુકર્મ

ક્રાઈમ / સાંદીપની આશ્રમ પરિસરમાં કામ કરતી યુવતી પર દુષ્કર્મ, જાનથી મારી નાખવાની ધમકી આપી કર્યું કુકર્મ

Published By: Vishal Khamar
Reported By: Jay Thanki

Last Updated: 06:27 PM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરમાં રમેશ ભાઈ ઓઝા ની કર્મ ભૂમિ સાંદીપની આશ્રમ પરિસરમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતી યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

પોરબંદરમાં રમેશભાઈ ઓઝાની કર્મભૂમિ સાંદીપની આશ્રમ પરિસરમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતી યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાંદિપની આશ્રમ ના ટ્રેક્ટર ચાલક તરીકે કામ કરતા રાંઘાવાવના યુવકે પરિચય કેળવી, ધમકી આપીને યુવતી પર અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો.દુષ્કર્મના કારણે યુવતી ગર્ભ રહી ગયો હોવાનુ સામે આવ્યું છે. આ ઘટના અંગે કમલાબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એક યુવતી સાથે આ શર્મસાર કરનારી ઘટના બની

પોરબંદરના સાંદીપની આશ્રમ પરિસરમાં આવેલા ખેતરમાં છેલ્લા બે વર્ષથી મજૂરી કામ કરતી એક યુવતી સાથે આ શર્મસાર કરનારી ઘટના બની છે. સાંદિપની આશ્રમના ખેતરમાં વાઢેલો ઘાસચારો ભરવા માટે આવતા ટ્રેક્ટરના ચાલક ભાવેશ ભીમા કોડિયાતર નામના શખ્સ સાથે યુવતીની ઓળખાણ થઈ હતી. રાંઘાવાવ ગામના રહેવાસી ભાવેશે યુવતી સાથે પરિચય કેળવી તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરીપૂર્વક અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.

યુવતીને 5 થી 7 મહિનાનો ગર્ભ રહી ગયો

આરોપીના આ કૃત્યના કારણે પીડિત યુવતીને 5 થી 7 મહિનાનો ગર્ભ રહી ગયો હતો.ગર્ભવતી બનતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી અને પીડિતાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આવીને આ બાબતે ગુનો નોંધાવ્યો હતો. યુવતીની ફરિયાદના આધારે કમલાબાગ પોલીસે તાત્કાલિક ધોરણે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આ પણ વાંચોઃ તરણેતરના લોકમેળાને લઈ મોટી અપડેટ, આ તારીખથી 4 દિવસ સુધી યોજાશે મેળો

પોલીસે આરોપીની ધરપકડ કરી

ગુનો નોંધાતાં જ કમલાબાગ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી ભાવેશ કોડિયાતરની ધરપકડ કરી લીધી છે. હાલમાં પોલીસ દ્વારા પીડિત યુવતી તેમજ આરોપીનું મેડિકલ પરીક્ષણ કરાવવાની તબીબી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, આ કેસમાં અન્ય કોઈ સંડોવણી છે કે કેમ અને ઘટના સંબંધિત તમામ પુરાવાઓ એકત્ર કરવા માટે કમલાબાગ પોલીસે આગળની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Porbandar rape case Porbandar crime news Sandipani Ashram case

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ