બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તરણેતરના લોકમેળાને લઈ મોટી અપડેટ, આ તારીખથી 4 દિવસ સુધી યોજાશે મેળો
Last Updated: 05:36 PM, 13 August 2026
થાનગઢના પ્રસિદ્ધ તરણેતરમાં આગામી 14થી 17 સપ્ટેમ્બર દરમિયાન વિશ્વવિખ્યાત તરણેતર લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવશે. મેળાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં મેળાના આયોજન, વ્યવસ્થાઓ અને સુરક્ષા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ADVERTISEMENT

સફાઈ કામગીરી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો
ADVERTISEMENT
મેળામાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રસ્તા, પાર્કિંગ, પીવાના પાણી અને એસ.ટી. બસની સુવિધા સુચારૂ રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ મેળા મેદાન તેમજ તરણેતર તળાવની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સફાઈ કામગીરી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

ADVERTISEMENT
પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે
મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. સંભવિત કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ક્રાઇસિસ મેનેજમેન્ટની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આગની દુર્ઘટના સામે તકેદારી માટે ફાયર ફાઇટર, જ્યારે તાત્કાલિક સારવાર માટે આરોગ્ય વિભાગની ટીમો તૈનાત રાખવામાં આવશે. મેળામાં વેચાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ફૂડ ચેકિંગની કામગીરી પણ હાથ ધરાશે.
ADVERTISEMENT

રાઇડ્સની સુરક્ષાની ચકાસણી કરીને જ તેને મંજૂરી આપવાની વ્યવસ્થા
ADVERTISEMENT
મેળામાં આવતી વિવિધ રાઇડ્સની સુરક્ષાની ચકાસણી કરીને જ તેને મંજૂરી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. મુલાકાતીઓ અને વિવિધ વિભાગો વચ્ચે ઝડપી સંકલન માટે કોમ્યુનિકેશન વ્યવસ્થા પણ સુદૃઢ બનાવવામાં આવશે.
વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું
ADVERTISEMENT
તરણેતર લોકમેળાની વિશેષતા સમાન લોકસંસ્કૃતિ અને પરંપરાગત કળાઓને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. જેમાં ભવાઈ, નાટક, પપેટ-શો અને ગ્રામીણ રમતો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત પરંપરાગત પશુ હરીફાઈ તેમજ ગ્રામીણ ઓલમ્પિક માટે પણ તૈયારીઓ તેજ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ દિવાલ પર લખી અંતિમ વ્યથા, વીડિયો બનાવી પિતાએ મોત વ્હાલું કર્યું
14થી 17 સપ્ટેમ્બર દરમિયાન તરણેતરનો મેળો યોજાશે
વહીવટી તંત્ર દ્વારા તમામ વિભાગો વચ્ચે સંકલન જાળવીને મેળામાં આવતા લોકો માટે સુરક્ષિત અને સુવિધાયુક્ત વાતાવરણ ઊભું કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આમ, 14થી 17 સપ્ટેમ્બર દરમિયાન તરણેતર લોકસંસ્કૃતિ, પરંપરા, કલા અને ગ્રામ્ય જીવનના રંગોથી રંગાઈ ઊઠશે, ત્યારે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આ લોકમેળો આકર્ષણનું કેન્દ્ર બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.