બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ''જો તમે નથી કરી શકતા, તો અમે...'', સુપ્રીમ કોર્ટનું કેન્દ્રને કયા મુદ્દે અલ્ટીમેટમ?

ટિપ્પણી / ''જો તમે નથી કરી શકતા, તો અમે...'', સુપ્રીમ કોર્ટનું કેન્દ્રને કયા મુદ્દે અલ્ટીમેટમ?

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:17 PM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme Court News: ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને ન્યાયાધીશ કેવી.વિશ્વનાથનની બેન્ચ એક કેસની સુનાવણી કરી રહી હતી

Supreme Court News: ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને ન્યાયાધીશ કેવી.વિશ્વનાથનની બેન્ચ એક કેસની સુનાવણી કરી રહી હતી જેમાં કોર્ટે અગાઉ FSSAI ને જાહેર આરોગ્યના હિતમાં આવા વોર્નિગ લેબલ લગાવવા પર વિચાર કરવા કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને FSSAI ને કહ્યું, "આ મામલો નાગરિકોના સ્વાસ્થ્ય, ખાસ કરીને વધતી ઉમરથી બાળકોના સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે, અને તેનાથી સંબંધિત નિર્ણયો કોર્પોરેટ ગૃહોના દબાણથી પ્રભાવિત ન થવા જોઈએ." જાહેર હિતની અરજીની સુનાવણી કરતા ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચે FSSAI ને સખત ઠપકો આપ્યો જ્યારે અરજદારે ધ્યાન દોર્યું કે ફૂડ બોડી લેબલિંગના વિચારનો વિરોધ કરે છે. એ નોંધવું જોઈએ કે કોર્ટે અગાઉ FSSAI ને જાહેર આરોગ્યના હિતમાં આવા ચેતવણી લેબલ લાગુ લગાવવા પર વિચાર કરવા કહ્યું હતું.

FSSAI ચેતવણીઓ લાગુ કરવામાં ખચકાટ અનુભવે છે

આજે કોર્ટે એ હકીકતની ગંભીર નોંધ લીધી કે ફૂડ સ્ટાન્ડર્ડ્સ વોચડોગની મીટિંગના મિનિટ્સના આધારે FSSAI આવા પગલાને લાગુ કરવામાં ખચકાટ અનુભવે છે. 7 માર્ચે યોજાયેલી FSSAI ની બેઠકની મિનિટ્સ ટાંકીને અરજદારના વકીલે દલીલ કરી હતી કે ત્યાં લેવામાં આવેલા નિર્ણયો કોર્ટના અગાઉના નિર્દેશોથી સંપૂર્ણપણે વિપરીત હતા. ખાદ્ય પેકેજો પર ચેતવણી લેબલોના ઉદ્યોગના વિરોધને ટાંકીને FSSAI એ વધારાની ખાંડ, સૈચુરેટેડ ફેટ અને મીઠાના દૈનિક જરૂરને ટેબલમા જાહેર કરવાનું સૂચન કર્યું.

સરકાર કોર્પોરેટ લોબીના દબાણ સામે ઝૂકી ગઈ

એવું નિર્દેશ કરવામાં આવ્યું હતું કે FSSAI એફિડેવિટમાં ફક્ત ફૂડ ઇંડસ્ટ્રીના વિરોધનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ નાગરિક સમાજના પ્રતિનિધિઓ દ્વારા આપવામાં આવેલ એકસ્ટ્રા સૈયુરેટેડ ફેટ, ખાંડ અને મીઠુ વાળા ખાવની ચીજોના ઉપયોગને રોકવામાં મદદ કરવા માટે વોર્નિગ લેબલના પક્ષમાં પુરાવાઓને અવગણવામાં આવ્યા હતા કોર્ટે પૂછ્યું કે શું FSSAI ખાદ્ય ઉત્પાદનમાં સામેલ કોર્પોરેટ સંસ્થાઓ સામે ઝૂકી રહ્યું છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ હડકંપ / ''D કંપનીમાંથી મેઈલ આવ્યો...'', દિગ્ગજ નેતાને અપાઈ જાનથી મારી નાખવાની ધમકી

શું સરકાર જરૂરી પગલાં લેવા તૈયાર છે?

બેન્ચે કેન્દ્ર સરકાર તરફથી આવેલ એડિશનલ સોલિસિટર જનરલ (ASG) બ્રિજેન્દ્ર ચહરને સીધા જ પ્રશ્ન કર્યો. કોર્ટે પૂછ્યું કે શું સરકાર જરૂરી પગલાં લેવા તૈયાર નથી અને પુનરોચ્ચાર કર્યો કે કોર્ટનો આદેશ સ્પષ્ટ છે. બેન્ચે એમ પણ કહ્યું કે સરકાર મોટી કોર્પોરેટ કંપનીઓના ભારે દબાણ હેઠળ છે અને "તે દબાણ સામે ઝૂકી રહી છે." કોર્ટે કહ્યું કે તે "જાહેર હિતમાં" આ કાર્યવાહી કરી રહી છે. ગુસ્સામાં કોર્ટે પૂછ્યું, "શું સરકાર આ જાતે કરશે, કે પછી અમારે આદેશ જારી કરવો પડશે?" એએસજી બ્રિજેન્દ્ર ચહરે કોર્ટને સરકારની કાર્યવાહી યોજના સમજાવવા માટે પરવાનગી આપવા વિનંતી કરી, પરંતુ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે સરકારે કોર્ટ જે કહ્યું તે બરાબર કરવું પડશે. બેન્ચે ફરી કહ્યું, "જો તમે આમ ન કરી શકો તો અમે આદેશ પસાર કરીશું."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court Supreme Court News Food Industry

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ