બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આ તરફ આનંદ નિકેતન શાળા એક્શનમાં તો બીજી બાજુ અમદાવાદની વધુ એક શાળા વિવાદમાં

ગુજરાત / આ તરફ આનંદ નિકેતન શાળા એક્શનમાં તો બીજી બાજુ અમદાવાદની વધુ એક શાળા વિવાદમાં

Published By: Nidhi Panchal

Last Updated: 02:33 PM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની બે શાળાઓને લઈને સામે આવેલા વિવાદોએ વાલીઓમાં ચિંતા વધારી છે. એક તરફ આનંદ નિકેતન શાળાએ ફરિયાદો સાંભળવાનો નિર્ણય કર્યો છે, તો બીજી તરફ AMC સંચાલિત નારોલ શાળામાં વિદ્યાર્થીઓની સુવિધાઓને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.

અમદાવાદની બે શાળાઓને લઈને સામે આવેલા ગંભીર મુદ્દાઓએ વાલીઓ અને શિક્ષણ વ્યવસ્થા અંગે અનેક સવાલો ઉભા કર્યા છે. એક તરફ આનંદ નિકેતન શાળાએ વિવાદ બાદ વાલીઓની ફરિયાદ સાંભળવા બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે, તો બીજી તરફ AMC સંચાલિત પ્રાથમિક શાળામાં બાળકોની સુવિધાઓને લઈને ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે. બંને ઘટનાઓ બાદ વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. શિક્ષણ સાથે વિદ્યાર્થીઓની સુરક્ષા, આરોગ્ય અને મૂળભૂત સુવિધાઓ અંગે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે.

Narol-ahd-3

વિવાદ બાદ આનંદ નિકેતન શાળા હરકતમાં આવી

અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદના બે દિવસ બાદ આખરે હરકતમાં આવી છે. શાળા સંચાલન દ્વારા વાલીઓની ફરિયાદો સાંભળવા માટે બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે સોમવારથી ફરિયાદ ધરાવતા વાલીઓને વન ટુ વન મળી તેમની રજૂઆત સાંભળવામાં આવશે. આ નિર્ણય બાદ વાલીઓને પોતાની ફરિયાદ સીધી શાળા સંચાલન સમક્ષ રજૂ કરવાની તક મળશે.

ahme

શાળા દ્વારા વધુમાં નર્સરીથી ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓને આગામી સૂચના ન મળે ત્યાં સુધી રજા જાહેર કરવામાં આવી છે. ઉપરાંત શાળામાં આવતા અન્ય વિદ્યાર્થીઓ માટે વાલીઓને મેસેજ કરીને નાસ્તો અને જમવાનું ઘરેથી સાથે મોકલવા જણાવવામાં આવ્યું છે.

AMC સંચાલિત નારોલ શાળામાં ગંભીર આક્ષેપો

બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત નારોલ ગુજરાતી શાળા નંબર 1/2 પણ ગંભીર વિવાદમાં આવી છે. શાળા અંગે એવા આક્ષેપો સામે આવ્યા છે કે બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે. સાથે જ વિદ્યાર્થીઓને પીવા માટે શુદ્ધ પાણી પણ ઉપલબ્ધ નથી. જેના કારણે બાળકોને લીલ જામેલા પાણીની ટાંકીમાંથી પાણી પીવાની ફરજ પડી રહી હોવાનું સામે આવ્યું છે.

મોબાઈલ ટાવર નીચે ભણી રહ્યા છે વિદ્યાર્થીઓ

આ શાળામાં વધુ એક ગંભીર બાબત સામે આવી છે. માહિતી મુજબ વિદ્યાર્થીઓ મોબાઈલ ટાવર નીચે અભ્યાસ કરી રહ્યા છે, જેને લઈને પણ વાલીઓમાં ચિંતા વધી છે. શાળામાં પાણી ઠંડું રાખવા માટેનું વોટર કૂલર મશીન પણ હાલ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જેના કારણે વિદ્યાર્થીઓને જરૂરી પીવાના પાણીની સુવિધા પણ મળતી નથી.

ahd-sch

જવાબદારોનું મૌન

સમગ્ર મામલે શાળાના પ્રિન્સિપાલ અને નાયબ મદદનીશ શિક્ષણાધિકારીએ મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું હતું. VTVNEWS દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવાને બદલે બંને અધિકારીઓએ મોટા અધિકારી સમગ્ર મામલે જવાબ આપશે તેમ કહી મૌન ધારણ કર્યું હતું. આ ઘટનાએ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને મળતી મૂળભૂત સુવિધાઓ, સ્વચ્છતા અને સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. હવે સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો : રાજ્યના આ શહેરમાં નોંધાયા ચાંદીપુરા વાયરસના વધુ 2 શંકાસ્પદ કેસ, તંત્ર એલર્ટ

વાલીઓએ પણ વિદ્યાર્થીઓના આરોગ્ય, સુરક્ષા અને શિક્ષણ સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવાની માંગ કરી છે. એક તરફ આનંદ નિકેતન શાળા વાલીઓની ફરિયાદો સાંભળવા આગળ આવી છે, જ્યારે બીજી તરફ AMC સંચાલિત શાળામાં સામે આવેલા ગંભીર આક્ષેપો અંગે યોગ્ય તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad School News Anand Niketan School AMC School

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ