બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'આત્મા તો પહેલા મરી ગયો, આજે હું પણ’ વીડિયો બનાવીને સગીરાએ સાબરમતી રિવરફ્રન્ટ પર નદીમાં લગાવી છલાંગ
Last Updated: 12:15 PM, 13 August 2026
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર એક દુઃખદ ઘટના સામે આવી છે. નારોલમાં રહેતી 17 વર્ષની સગીરાએ સાબરમતી રિવરફ્રન્ટ પર નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. મૃતક સગીરાના 6 મહિના અગાઉ લગ્ન થયા હતા. આપઘાત પહેલા સગીરાએ પતિને ઉદ્દેશીને વીડિયો બનાવ્યો હતો અને પછી બહેનને મોકલી દીધો ત્યાર બાદ નદીમાં 'મોત'ની છલાંગ લગાવી દીધી હતી.
ADVERTISEMENT
વીડિયો બનાવીને નદીમાં લગાવી છલાંગ
સગીરાએ રિવરફ્રન્ટ પર જઈને એક વીડિયો બનાવ્યો જેમાં તેણે પતિને લખીને કહ્યું કે આત્મા તો પહેલા મરી ગયો હતો આજે હું પણ મરી જઈશ અને આટલું કહીને તેણે નદીમાં છલાંગ લગાવી દીધી હતી.
ADVERTISEMENT
'તું જેમ કહીશે તેમ રહીશ મને આવવા દે'
સગીરાએ પિયરમાં રહીને પતિ ફરદીને ફોન કરીને આજીજી કરી હતી કે તું જેમ કહે તેમ હું રહેવા તૈયાર છું પણ મને આવવા દે તેમ છતા પણ ફરદીનનું હૃદય પીગળ્યુ નહોતું. આથી ખૂબ લાગી આવતાં તેણે મોતને વ્હાલું કર્યું હતું.
ADVERTISEMENT
શું હતું આપઘાતનું કારણ?
સનોફરબાનુંએ પ્રેમલગ્ન કર્યાં હતા અને પ્રેમલગ્ન બાદ પતિ ફરદીન શેખ શારીરિક અને માનસિક રીતે ખૂબ ત્રાસ આપતો હતો. આથી કંટાળીને તેને મોતને વ્હાલું કરવાની ફરજ પડી હતી. પતિએ ઘરમાંથી કાઢી મૂકી હતી.
ADVERTISEMENT
પતિ સામે ગુનો દાખલ
ADVERTISEMENT
પોલીસે પતિ ફરદીન શેખ સામે દુષ્પ્રેરણ અંગે BNS કલમ 108 મુજબ ગુનો દાખલ કર્યો છે પતિની ધરપકડ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.