બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સોનમ, મુસ્કાન, સિયા પછી વધુ એક 'ખૂની પત્ની', પતિને રસ્તામાંથી હટાવવા રચ્યું કાવતરું, 5 લાખમાં કર્યો સોદો

ક્રાઈમ / સોનમ, મુસ્કાન, સિયા પછી વધુ એક 'ખૂની પત્ની', પતિને રસ્તામાંથી હટાવવા રચ્યું કાવતરું, 5 લાખમાં કર્યો સોદો

Published By: Nirav Kumar

Last Updated: 09:32 PM, 12 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંગમ વિહારમાં પત્ની મંજુએ આર્થિક તંગી અને ઝગડાને કારણે પતિ મુન્ના લાલની 5 લાખની સુપારી આપીને હત્યા કરાવી હોવાની ઘટના સામે આવી છે. જેમાં પોલીસે મંજુ, ચમન અને કિશન નામના આરોપીની ધરપકડ કરી છે.

દિલ્લીના સંગમ વિહારમાં એક એવી હત્યાની ઘટના સામે આવી છે કે જેણે પતિ-પત્નીના સંબંધો પર ફરી એકવાર મોટા પ્રશ્નો ઊભા કરી દીધા છે. અગાઉ ઇંદોરની સોનમ રઘુવંશી, કાનપુરની મુસ્કાન અને પુણેની સિયા ગોયલના કિસ્સાઓએ લોકોને હચમચાવી દીધા હતા પણ સંગમ વિહારની મંજુએ ક્રૂરતામાં તેમની પર હદ વટાવી છે. પોલીસે તેને પોતાના 55 વર્ષીય પતિની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. આરોપ છે કે આર્થિક તંગી, ઘરમાં વારંવારના ઝગડા અને પતિની મારપીટથી પરેશાન થઈને પત્નીએ પતિને રસ્તેથી હટાવવાની યોજના ઘડી અને તેના માટે પાંચ લાખ રૂપિયામાં સુપારીનો સોદો કર્યો. પોલીસ અનુસાર આ કેસમાં મંજુ ઉર્ફે નાઝિયા અને તેના સાથી ચમનને પકડવામાં આવ્યા છે. સાથે જ આરોપીને આશ્રય આપવાના આરોપમાં કિશન સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

  • સવારે રસ્તા પર લોહીથી લથપથ મળ્યો હતો પતિ

આ ઘટના 10 ઓગસ્ટની સવારે આશરે 5 વાગ્યે સામે આવી. રતિયા માર્ગ પર મુન્ના લાલ ગંભીર હાલતમાં લોહીથી લથપથ પડેલા મળ્યા. ખબર મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેમને તરત AIIMS Trauma Centre લઈ જવામાં આવ્યા. પણ ડોક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કરી દીધા. શરૂઆતમાં આ કેસ લૂંટ કે ચોરી દરમિયાનની હત્યા જેવો લાગતો હતો. પણ ઘટનાસ્થળની તપાસમાં પોલીસને એવી કેટલીક વસ્તુઓ મળી જેણે આખી વાત પર શંકા ઊભી કરી.

  • ઘરમાં ઘૂસ્યો નકાબપોશ, CCTVએ ખોલ્યું રહસ્ય

પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળે લોહીના નિશાન મિટાવવાની અને વારદાતને ચોરીનું રૂપ આપવાની કોશિશ કરવામાં આવી હતી. તપાસ ટીમે વિસ્તારના CCTV કેમેરાની ફૂટેજ ચેક કર્યા તો એક મહિલા અને એક વ્યક્તિની હિલચાલ સંદિગ્ધ લાગી. આ ફૂટેજમાં રાત્રે આશરે 1:45 વાગ્યે એક નકાબપોશ વ્યક્તિ ઘરમાં પ્રવેશતો દેખાયો અને આશરે 3:15 વાગ્યે તે ઘરની બહાર નીકળતો જોવા મળ્યો. આ ફૂટેજે પોલીસને હત્યાના ષડ્યંત્રની દિશામાં તપાસ આગળ વધારવામાં મદદ કરી. ટેક્નિકલ તપાસ અને પૂછપરછ બાદ પોલીસનો દાવો છે કે વારદાત પાછળ કોઈ અજાણ્યો લૂંટારો નહીં પણ મૃતકના નજીકના લોકોની કથિત ભૂમિકા સામે આવી છે.

  • ઊંઘની ગોળીઓ ખવડાવી, પછી લગાડ્યો કરંટ

પોલીસ અનુસાર ઘરની આર્થિક તંગી અને તેના કારણે વારંવાર થતા ઝગડાથી કંટાળીને મુન્ના લાલની પત્નીએ તેની હત્યાનું ષડ્યંત્ર રચ્યું. આરોપ છે કે પહેલા મુન્ના લાલને ઊંઘની ગોળીઓ આપવામાં આવી જેથી તે કઈ ન કરી શકે. ત્યારબાદ કથિત રીતે તેને કરંટ લગાડવામાં આવ્યો અને પછી તેનું ગળું દબાવી દેવામાં આવ્યું.

વધુ વાંચો : કેતનની હત્યા માટે સિયા અને ચેતને કેવી રીતે કર્યુ પ્લાનિંગ? સ્નેપચેટ, ડિલીટ કરેલી ચેટ્સમાં મળ્યા પુરાવા

  • 5 લાખમાં મર્ડરની ડીલ

તપાસમાં પોલીસ સામે એક વધુ ચોંકાવનારી વાત આવી. પોલીસનો દાવો છે કે ચમને 5 લાખ રૂપિયાની સુપારી લીધી હતી. આરોપ છે કે વારદાત દરમિયાન તેને 20 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. પોલીસનો દાવો છે કે આરોપીએ લાકડાના ડંડે વડે પણ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ બાદ મુન્ના લાલને રસ્તા પર મૂકી દેવામાં આવ્યા અને ઘટનાને ચોરીનું રૂપ આપવાની કોશિશ કરવામાં આવી. પોલીસે તપાસ દરમિયાન 15 હજાર રૂપિયા રોકડ પણ કબ્જે કર્યા છે. હવે પોલીસ આ વાતની પણ તપાસ કરી રહી છે કે બાકીની રકમનું લેનદેન ક્યારે, ક્યાં અને કોના મારફતે થયું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sangam Vihar murder case killed

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ