બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચા-નાસ્તાનો ફાળો ન આપતાં અકળાયો, મિત્ર જ બન્યો મોતનું કારણ, માત્ર 200 રૂપિયા માટે ખેલાયો ખૂની ખેલ
Last Updated: 08:30 PM, 12 August 2026
ડાકોર શહેરમાં ઓવરબ્રિજ નીચે સૂઈ રહેલા 35 વર્ષીય દિનેશ હાથળીયાની નિર્દયતાથી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સવારે ઓવરબ્રિજ નીચે યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી હતી. મૃતકના માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન જોવા મળતા પ્રાથમિક તપાસમાં જ હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
ADVERTISEMENT

આ ગંભીર ઘટનાનો ભેદ ઉકેલવા માટે ખેડા જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ અને ડાકોર પોલીસની કુલ સાત ટીમોને કામે લગાડવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ અને તેની આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા 45થી વધુ CCTV કેમેરાના ફૂટેજની બારીકાઈથી તપાસ શરૂ કરી હતી. કલાકો સુધી ચાલેલી તપાસ દરમિયાન એક વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ પોલીસના ધ્યાનમાં આવી હતી. CCTVમાં મળેલી આ મહત્વની કડીના આધારે તપાસ આગળ વધારવામાં આવી અને આખરે પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી.
ADVERTISEMENT
પોલીસની પૂછપરછ દરમિયાન સમગ્ર હત્યાકાંડ પાછળનું કારણ પણ સામે આવ્યું હતું. આરોપી વિઠ્ઠલ કબીરજી મારવાડી અગાઉ ધોળકાની એક પ્લાસ્ટિકના દાણાની કંપનીમાં મજૂરી કામ કરતો હતો. ત્રણ દિવસ પહેલા તે પોતાના વતન સેવાલિયા આવ્યો હતો. ત્યારબાદ ધોળકા પરત જતી વખતે તેની મુલાકાત દિનેશ હાથળીયા અને તેની બહેન પિલુબેન સાથે થઈ હતી.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ ત્રણેયે સાથે ચા-નાસ્તો કર્યો હતો અને બાદમાં જમવાનું પણ લીધું હતું. આ સમગ્ર ખર્ચનું કુલ બિલ ₹500 થયું હતું, જે આરોપી વિઠ્ઠલ કબીરજી મારવાડીએ ચૂકવ્યું હતું. ત્યારબાદ તેણે મૃતક દિનેશ પાસે ₹200ની માંગણી કરી હતી. પરંતુ આ ₹200ની માંગણીને લઈને બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદમાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ ઝઘડો એટલો વધી ગયો કે આરોપીએ દિનેશ પર પથ્થર વડે હુમલો કર્યો હતો. માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા દિનેશનું મોત નીપજ્યું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ADVERTISEMENT

હત્યાનો ભેદ ઉકેલવા માટે ડાકોર પોલીસ અને ખેડા જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે સતત તપાસ ચાલુ રાખી હતી. 45થી વધુ CCTV કેમેરાના ફૂટેજની ચકાસણી દરમિયાન મળેલા પુરાવાના આધારે પોલીસે વિઠ્ઠલ કબીરજી મારવાડીની ઓળખ કરી હતી અને તેની અટકાયત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : ગુજરાતના ખેલાડીઓને મળશે ₹50 લાખ સુધીની સહાય, હર્ષ સંઘવીએ લૉન્ચ કરી શક્તિદૂત 2.0 યોજના
પોલીસનું કહેવું છે કે પૂછપરછ દરમિયાન આરોપીએ દિનેશ હાથળીયાની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. આમ, માત્ર ₹200ની તકરારથી શરૂ થયેલો સામાન્ય ઝઘડો અંતે હત્યા જેવા ગંભીર ગુનામાં ફેરવાયો હતો. ડાકોર ઓવરબ્રિજ નીચે થયેલી આ હત્યાનો ભેદ ખેડા જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ અને ડાકોર પોલીસે ઝડપી તપાસ અને CCTV ફૂટેજના આધારે સફળતાપૂર્વક ઉકેલી નાખ્યો છે. હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.