ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:35 PM, 12 August 2026
ADVERTISEMENT
અરવલ્લી જિલ્લામાં રહેતા અને શિક્ષક તરીકે કરિયર બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. જેમાં આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર હસ્તક દ્વારા આદર્શ નિવાસી શાળા, ભિલોડા અને મેઘરજ ખાતે પીરીયડદીઠ શિક્ષકોની ભરતી માટે ભરતી પાડવામાં આવી છે. આ ભરતી માટે વોક-ઇન ઇન્ટરવ્યુ લેવામાં આવશે.
ADVERTISEMENT
આ ભરતીમાં કુલ 3 જગ્યાઓ છે, જેમાં અંગ્રેજી વિષય માટે એક, રસાયણ વિજ્ઞાન માટે એક અને ગુજરાતી-સામાજિક વિજ્ઞાન માટે એક જગ્યા ફાળવવામાં આવી છે. અરજીની પ્રક્રિયા વોક-ઇન ઇન્ટરવ્યુ દ્વારા થશે, જેની તારીખ 14 ઓગસ્ટ 2026 નક્કી કરવામાં આવી છે અને સ્થળ ભિલોડા રાખવામાં આવ્યું છે.
શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અંગ્રેજી શિક્ષક માટે બી.એ. અથવા એમ.એ. સાથે બી.એડ., રસાયણ વિજ્ઞાન શિક્ષક માટે બી.એસ.સી. અથવા એમ.એસ.સી. સાથે બી.એડ. અને ગુજરાતી-સામાજિક વિજ્ઞાન શિક્ષક માટે એમ.એ. સાથે બી.એડ. જરૂરી છે. આ સિવાય ઉમેદવારે સંબંધિત વિષયમાં સ્નાતક હોવું જોઈએ અને કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ગુજરાતી માધ્યમ માટેની TAT પરીક્ષા પાસ કરનાર તેમજ અનુભવ ધરાવનાર ઉમેદવારોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે.
ADVERTISEMENT
મહેનતાણાની બાબતમાં અંગ્રેજી અને ગુજરાતી-સામાજિક વિજ્ઞાન માટે તાસદીઠ પંચોતેર રૂપિયા તેમજ રસાયણ વિજ્ઞાન માટે તાસદીઠ નેવું રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
વોક-ઇન ઇન્ટરવ્યુ 14 ઓગસ્ટ 2026ના રોજ બપોરે બાર વાગ્યે આદર્શ નિવાસી શાળા (કુમાર), ભિલોડા, જિલ્લો અરવલ્લી ખાતે યોજાશે. જેમાં ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી તમામ દસ્તાવેજો સાથે નિર્ધારિત સમયે અને સ્થળે હાજર રહેવું જોઈએ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT