બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:39 PM, 12 August 2026
ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં લગભગ 600 પોઈન્ટનો ઘટાડો થયો છે અને તે 77,564.66 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ, નિફ્ટી 190 પોઈન્ટ અથવા 0.77 ટકા ઘટીને 24,280 ના સ્તરે ટ્રેડ કરી રહી છે. જોકે, બેંક નિફ્ટીના શેરમાં 70 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
સેન્સેક્સમાં આવેલા ઘટાડામાં ટાટા ગ્રુપનો ફાળો સૌથી વધુ રહ્યો છે. ટાટા ગ્રુપના ચેરમેન પદેથી એન. ચંદ્રશેખરનના રાજીનામા બાદ TCSના શેરમાં 5%નો ઘટાડો થયો હતો. ટાઇટન અને ટાટા સ્ટીલના શેરમાં પણ 2-2%નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત, ટોચના 30 શેરોમાં ઇન્ફોસિસમાં 2%નો ઘટાડો થયો હતો, જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ અને અદાણી પોર્ટ્સ જેવા શેરોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
શેરબજારમાં આવેલા આ ઘટાડાને કારણે BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન 2 લાખ કરોડ રુપિયા ઘટીને 490 લાખ કરોડ રુપિયા થઈ ગયું છે. આ મોટા ઘટાડામાં IT, ઓઈલ અને ગેસ, કન્ઝ્યુમર અને ટેક્નોલોજી ક્ષેત્રોનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. બીજી તરફ, ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો તેમજ મેટલ સેક્ટરમાં વધારો જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.