બ્રેકિંગ ન્યુઝ
8 ફોટો ગેલેરી
Last Updated: 10:14 AM, 12 August 2026
1/8
જ્યોતિષ ગણતરી મુજબ આ ગ્રહણ દરમિયાન કર્ક રાશિમાં સૂર્ય, ચંદ્ર, બુધ અને ગુરુની યુતિ રહેશે. આ ગ્રહયોગની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે.જોકે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેથી ભારતમાં તેનું સૂતક માન્ય રહેશે નહીં. તેમ છતાં જ્યોતિષની દૃષ્ટિએ ગ્રહોની સ્થિતિને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ સંયોગ કેટલીક રાશિઓ માટે ખાસ શુભ સાબિત થઈ શકે છે. ખાસ કરીને 4 રાશિના જાતકોને કરિયર, ધન અને ભાગ્યના મામલે સારા પરિણામ મળવાની શક્યતા છે.
2/8
સૂર્યગ્રહણના દિવસે કર્ક રાશિમાં ચાર ગ્રહોની યુતિ થઈ રહી છે. સૂર્ય, ચંદ્ર, બુધ અને ગુરુ એકસાથે હોવાના કારણે ચતુર્ગ્રહી યોગ બનશે. જ્યોતિષમાં આ પ્રકારના ગ્રહયોગને ખાસ મહત્વ આપવામાં આવે છે. તેની અસરથી કેટલીક રાશિઓ માટે પ્રગતિ અને આર્થિક લાભના નવા માર્ગ ખુલી શકે છે.
3/8
મેષ રાશિના જાતકો માટે સૂર્યગ્રહણનો સમય કરિયર અને આર્થિક બાબતોમાં સારો રહી શકે છે. લાંબા સમયથી અટકેલા કામમાં ઝડપ આવી શકે છે અને નવી જવાબદારી મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નોકરી બદલવાની સારી તક મળી શકે છે. આવક વધારવાના નવા રસ્તા પણ મળી શકે છે. વેપારીઓને પણ કોઈ સારા સમાચાર મળી શકે છે.
4/8
મિથુન રાશિના લોકો માટે આ ગ્રહણ આર્થિક રીતે લાભદાયક સાબિત થઈ શકે છે. આવકના એકથી વધુ સ્ત્રોત ઊભા થવાની શક્યતા છે. કોઈને આપેલા પૈસા પરત મળી શકે છે અથવા લાંબા સમયથી અટવાયેલું પેમેન્ટ મળી શકે છે. મિલકત સંબંધિત રોકાણ માટે પણ સમય અનુકૂળ રહી શકે છે. પરિવાર સાથે સુખ-સુવિધાઓમાં વધારો થઈ શકે છે.
5/8
સિંહ રાશિના જાતકો માટે આ સમય માન-સન્માન અને પ્રભાવ વધારનારો રહી શકે છે. સૂર્ય સિંહ રાશિના સ્વામી હોવાથી આ ગ્રહણ બાદ કાર્યક્ષેત્રમાં તમારી સ્થિતિ મજબૂત બની શકે છે. તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થઈ શકે છે. વેપારીઓને મોટી ડીલ અથવા નવો ઓર્ડર મળવાની શક્યતા છે. આત્મવિશ્વાસમાં પણ વધારો થશે.
6/8
ધનુ રાશિના જાતકોને આ સૂર્યગ્રહણ દરમિયાન ભાગ્યનો સાથ મળી શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે. લાંબી મુસાફરી અથવા વિદેશ પ્રવાસના યોગ બની શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ સમય સારો રહી શકે છે અને પરીક્ષામાં સફળતા મળવાની શક્યતા છે. અટકેલા કામ પૂરા થવાથી મનને રાહત મળશે.
7/8
ગ્રહણ દરમિયાન મનને શાંત રાખવા માટે સૂર્ય દેવના મંત્રનો જાપ કરી શકાય છે. ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરીને ઘઉં, ગોળ, તાંબાના વાસણ અથવા લાલ વસ્ત્રનું દાન કરવું શુભ માનવામાં આવે છે. હરિયાળી અમાવસ્યાના દિવસે પીપળાનું વાવેતર કરીને તેમાં પાણી અર્પણ કરવાનું પણ જ્યોતિષમાં શુભ માનવામાં આવે છે.
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ