ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 'દીકરીને ગર્ભવતી કરી' રાજકોટમાં રિક્ષા ચાલકે 15 વર્ષની સગીરા સાથે ચાર વાર આચર્યું કુકર્મ, પેટ ઉપસી આવતાં માતાને શંકા પડી
Last Updated: 09:33 AM, 12 August 2026
ADVERTISEMENT
રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને પાડોશમાં જ રહેતા શખ્સે પ્રેમજાળમાં ફસાવી ચાર વખત ઘરે બોલાવી હવસનો શિકાર બનાવી, પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે ગણતરીની કલાકમાં હવસખોર રિક્ષાચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
15 વર્ષની સગીરાને બનાવી હવસનો શિકાર
રાજકોટ શહેર એસીપી બારીયાએ જણાવ્યું હતું કે, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક મહિલા આવી ફરિયાદ આપતા જણાવ્યું હતું કે પોતે કેટર્સમાં મજૂરી કામ કરે છે અને તેને સંતાનમાં એક 15 વર્ષની સગીર વયની દીકરી છે જેને ધોરણ 9 સુધીનો અભ્યાસ કર્યો છે. પાડોશમાં જ રહેતા રિક્ષાચાલકે પ્રેમજાળમાં ફસાવી અલગ અલગ સમયે પોતાના ઘરે ચાર વખત લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું અને તેના થકી મારી દીકરીને ગર્ભ રહી ગયો છે જેથી પોલીસે તાત્કાલિક પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તાત્કાલિક આરોપી રહેમાન સોહિલ શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
રાત્રિના સમયે ઘરે બોલાવી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આજથી એક વર્ષ પૂર્વે આરોપી અને સગીરા વચ્ચે પાડોશમાં જ રહેતા હોવાથી એક બીજા સાથે પરિચય થયો હતો અને એક બીજાએ વાતચીત શરૂ કરતા આરોપીએ પ્રેમજાળમાં ફસાવી એક દિવસ સગીરાને રાત્રિના સમયે પોતાના ઘરે બોલાવી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જો કે આ પછી પણ હવસખોર રહેમાને ત્યારબાદ અલગ-અલગ સમયે વધુ ત્રણ વખત સગીરાને પોતાના ઘરે બોલાવી તેની સાથે શારીરિક સબંધ બાંધ્યો હતો આરોપીના આ પાશવી કૃત્યના કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : 2030 સુધીમાં ઓદ્યોગિક એકમો અમદાવાદની બહાર શિફ્ટ થશે, ઓલિમ્પિક માટે ચાલી રહી છે તૈયારી
સગીરાનું પેટ ઉપસી આવતા માતાને શંકા પડી
ADVERTISEMENT
થોડા સમય પૂર્વે સગીરાનું પેટ ઉપસી આવતા માતાને શંકા ગઈ હતી જેથી માતાએ પુત્રીની તપાસ કરાવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે સગીરા ગર્ભવતી છે. આ વાત જાણીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને બાદમાં સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો તેમજ દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી મેડિકલ ચેકઅપ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતા તેને સાત માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે એટલે કે હાલમાં સગીરા તેમના ગર્ભમાં રહેલ બાળકનું ગર્ભપાત કરાવી શકે તેવી પણ સ્થિતિમાં નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT