ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દુષ્કર્મના આરોપીએ મધરાતે અમદાવાદ સિવિલમાં PIની રિવોલ્વર ઝૂંટવી ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે ગોળી મારી, શું બન્યું?
Last Updated: 06:34 AM, 10 August 2026
ADVERTISEMENT
અમદાવાદ દુષ્કર્મનો આરોપી પોલીસ પકડમાં આવતાં 'બકરી' બની ગયો છે. મધરાતે સિવિલ હોસ્પિટલમાં પોલીસે આરોપીનું એન્કાઉન્ટર કર્યું હતું જેમાં તે ઘાયલ થયો હતો. હકીકતમાં દુષ્કર્મના આરોપી ધર્મસિંહે પંચનામા વખતે પોલીસ પર અચાનક હુમલો કરી ભાગવાનો કર્યો હતો આથી પોલીસે તેને પગમાં ગોળી મારી હતી જેને કારણે આરોપી લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યો હતો. આ ઝપાઝપીમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો.
ADVERTISEMENT
ગોળી વાગતાં લોહીલુહાણ હાલતમાં નીચે પડ્યો
ગોળી આરોપીના પગના ભાગે વાગતાં જ તે લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો. પોલીસે તાત્કાલિક ઈજાગ્રસ્ત આરોપી ધર્મસિંહ તેમજ ઘાયલ થયેલા પોલીસકર્મીને હોસ્પિટખસેડ્યા હતા. આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સરકારી કર્મચારી પર હુમલો કરવા અને કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરવા બદલ આરોપી સામે વધુ એક ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
ADVERTISEMENT
આરોપીએ લંગડાતા લંગડાતા માફી માંગી
હોસ્પિટલ પહોંચેલા આરોપી ધર્મસિંહ લંગડાતા લંગડાતા હાથ જોડી પોલીસ સમક્ષ માફી હતી કે ‘સાહેબ હવે પછી આવું નહી થાય, એકવાર માફ કરી દો…’.
ADVERTISEMENT
DCP શિવમ વર્માએ શું કહ્યું
ઝોન-7ના DCP શિવમ વર્માએ કહ્યું કે આરોપી પીઆઈની રિવોલ્વર ઝૂંટવી ભાગવાનો પ્રયાસ કરતો હતો. પોલીસકર્મી અને આરોપી બંને ઇજાગ્રસ્ત છે.
ADVERTISEMENT
શું હતો બનાવ
રવિવારે આનંદનગરની સોસાયટીમાં PGમાં રહેતી યુવતી પર તેની જ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે ધર્મસિંહે ગળે વાયર બાંધીને એક કલાક સુધી દુષ્કર્મ આચર્યું હતું. રાતે જ્યારે યુવતી સુવા ધાબા પર ગઈ ત્યારે આરોપીએ પાછળ પાછળ જઈને પહેલા તેની સાથે સંબંધ બાંધવાની માંગ કરી હતી પરંતુ ઈન્કાર કરવા પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ આરોપી યુવતીનો ફોન લઈને નાસી ગયો હતો. યુવતીએ બૂમો પાડતાં લોકો ઉપર દોડી આવ્યાં હતા. ત્યાર બાદ જાણ કરવામાં આવતાં પોલીસ પણ આવી અને આરોપીની હેબતપુરથી ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
છોકરીઓને ભણવા કેવી રીતે મોકલવી? વાલીઓમાં રોષ
ADVERTISEMENT
અમદાવાદમાં પીજીની યુવતી સાથે દુષ્કર્મ બાદ ગુજરાતમાં રોષ ફાટી નીકળ્યો છે. રાજકોટ અને સુરતમાં મહિલાઓ અને છોકરીઓએ આ ઘટનાનો જોરદાર વિરોધ કર્યો હતો. મહિલાઓએ કહ્યું કે દીકરીઓ સુરક્ષિત હોય તેવું લાગતું નથી , આજે દીકરીઓને અમારે બહાર ભણવા કેવી રીતે મોકલવી તે પણ પ્રશ્ન છે. આવી ઘટનાઓના કારણે અમને પણ ડર લાગવા માંડ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT