બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં 32મા માળે ક્રેન સાથે લટકીને શ્રમિકે ફાંસો ખાધો, સવાર સુધી લાશ લટકતી રહી, લિફ્ટમાં નીચે લવાઈ

દુખદ / અમદાવાદમાં 32મા માળે ક્રેન સાથે લટકીને શ્રમિકે ફાંસો ખાધો, સવાર સુધી લાશ લટકતી રહી, લિફ્ટમાં નીચે લવાઈ

Published By: Hiralal Parmar
Reported By: Parth Jani

Last Updated: 10:35 AM, 12 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં બુધવારે સવારે એક આંચકાજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેણે શહેરીજનોને આઘાતમાં મૂકી દીધા હતા.

અમદાવાદના એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટીની સામે નિર્માણાધીન ટ્રેમોન્ટ એડલીપ બિલ્ડિંગમાં 32મા માળે ક્રેન સાથે લટકીને યુવકે ગળેફાંસો ખાઈ લેતાં ચકચાર મચી હતી.

આખી રાત લાશ લટકતી રહી

ચોંકાવનારી વાત એ છે કે આખી રાત લાશ લટકતી રહી હતી અને સવારમાં જ્યારે લોકોએ લાશ લટકતી જોઈ ત્યારે અફરાતફરી મચી હતી ત્યારે બાદ ફાયર બ્રિગેડની ટીમે આવીને લાશને લિફ્ટમાં નીચે ઉતારી હતી.

કોણ હતો મૃતક યુવક?

મૃતક યુવકનું નામ પ્રીતમસિંહ છે જેની ઉંમર 22 વર્ષ છે. યુવક છેલ્લા કેટલાય સમયથી સાઇટ પર ક્રેન ચલાવવાનું કામ કરતો હતો.

લોકોએ શું કહ્યું?

આ ઘટના અંગે સ્થાનિકોનું એવું કહેવું છે કે તેઓ જ્યારે સવારે 8 વાગ્યાની આસપાસ પોતાના કામે પહોંચ્યા ત્યારે 32મા માળે ઉંચી ક્રેન પર એક યુવકની લાશ લટકતી જોઈ હતી.

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા અને તુરંત જ સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.

વધુ વાંચો : 'દીકરીને ગર્ભવતી કરી' રાજકોટમાં રિક્ષા ચાલકે 15 વર્ષની સગીરા સાથે ચાર વાર આચર્યું કુકર્મ, પેટ ઉપસી આવતાં માતાને શંકા પડી

પોલીસે શરુ કરી તપાસ

યુવકે કયા કારણોસર આપઘાત કર્યો અને તેને 32મા માળ સુધી કઈ રીતે પહોંચ્યો તેને લઈને પોલીસ તપાસ શરુ કરી છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને યુવકની ઓળખ છતી કરવાની તજવીજ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad crime news ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ