બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / YouTubeના નવા નિયમોથી કમાણી મુશ્કેલ! 1 ફેબ્રુઆરી 2027થી બદલાશે મોનેટાઇઝેશનના નિયમો
6 ફોટો ગેલેરી
Last Updated: 08:32 AM, 12 August 2026
1/6
યૂટ્યુબ આજે માત્ર વીડિયો જોવાનું પ્લેટફોર્મ નથી રહ્યું. લાખો લોકો વીડિયો બનાવીને તેની સાથે કમાણી કરી રહ્યા છે. ઘણા યુવાનો માટે યૂટ્યુબ આવકનો મુખ્ય સ્ત્રોત પણ બની ગયું છે. પરંતુ હવે નવા ક્રિએટર્સે ચેનલ મોનેટાઇઝ કરાવવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે. નવા નિયમો હેઠળ વોચ ટાઇમ અને શોર્ટ્સના વ્યૂઝને લઈને ટાર્ગેટ વધારવાની વાત સામે આવી છે. આ ફેરફારથી ખાસ કરીને નવા યૂટ્યુબર્સને અસર થઈ શકે છે.
2/6
યૂટ્યુબ ચેનલ પરથી જાહેરાત અને અન્ય માધ્યમથી કમાણી શરૂ કરવા માટે મોનેટાઇઝેશન જરૂરી છે. આપેલી માહિતી પ્રમાણે નવા નિયમોમાં મોનેટાઇઝેશન માટે જરૂરી વોચ ટાઇમનો ટાર્ગેટ વધારવામાં આવશે. અગાઉ 4,000 કલાકના વોચ ટાઇમનો ઉલ્લેખ થતો હતો. નવા નિયમો લાગુ થયા બાદ આ ટાર્ગેટ 8,000 કલાક સુધી પહોંચવાની વાત છે. એટલે નવા ક્રિએટર્સે ચેનલ શરૂ કર્યા પછી સતત સારા વીડિયો અપલોડ કરવા પડશે.
3/6
આજે યૂટ્યુબ શોર્ટ્સ નવા ક્રિએટર્સ માટે લોકપ્રિય માધ્યમ બની ગયું છે. શોર્ટ્સ દ્વારા ઝડપથી વ્યૂઝ મેળવવાની તક મળે છે. પરંતુ મોનેટાઇઝેશન માટે શોર્ટ્સના વ્યૂઝનો ટાર્ગેટ પણ વધારવાની વાત કરવામાં આવી છે. આપેલી માહિતી પ્રમાણે અગાઉ 90 દિવસમાં 1 કરોડ શોર્ટ્સ વ્યૂઝનો ટાર્ગેટ હતો જેને વધારીને 2 કરોડ કરવાની વાત છે. આ કારણે શોર્ટ્સ ક્રિએટર્સે સતત વાયરલ અને ઓરિજિનલ કન્ટેન્ટ બનાવવું પડશે.
4/6
નિયમોમાં ફેરફારની ચર્ચા બાદ હાલના યૂટ્યુબર્સમાં પણ ચિંતા જોવા મળી શકે છે. જોકે આપેલી માહિતી પ્રમાણે નવા નિયમોની સીધી અસર પહેલાથી યૂટ્યુબ પાર્ટનર પ્રોગ્રામમાં સામેલ ક્રિએટર્સ પર નહીં થાય. એટલે જે ચેનલ પહેલાથી મોનેટાઇઝ છે તેમની કમાણી પર આ ફેરફારની સીધી અસર નહીં પડે. નવા નિયમો મુખ્યત્વે ભવિષ્યમાં મોનેટાઇઝેશન માટે અરજી કરનારા ક્રિએટર્સને ધ્યાનમાં રાખીને છે.
5/6
આવનારા સમયમાં માત્ર વધારે વ્યૂઝ મેળવવાથી યૂટ્યુબ પર લાંબા સમય સુધી સફળ થવું મુશ્કેલ બની શકે છે. ક્રિએટર્સે પોતાના દર્શકો સાથે મજબૂત જોડાણ બનાવવું પડશે. ઓરિજિનલ વીડિયો, સારી માહિતી અને દર્શકોને પસંદ આવે તેવું કન્ટેન્ટ મહત્વનું બનશે. અન્ય લોકોના વીડિયો અથવા કન્ટેન્ટની નકલ કરીને ચેનલ ચલાવનારા ક્રિએટર્સ માટે પણ મુશ્કેલી વધી શકે છે.
6/6
ડિજિટલ પ્લેટફોર્મ પર ક્રિએટર ઇકોનોમી ઝડપથી બદલાઈ રહી છે. તેથી ક્રિએટર્સે માત્ર યૂટ્યુબની જાહેરાતની આવક પર આધાર રાખવાને બદલે અન્ય વિકલ્પો પણ શોધવા પડશે. બ્રાન્ડ ડીલ્સ, શોપિંગ અને અન્ય કન્ટેન્ટ આધારિત આવકના માધ્યમો ઉપયોગી બની શકે છે. એટલે નવા ક્રિએટર્સ માટે માત્ર સબસ્ક્રાઇબર્સ અને વ્યૂઝ નહીં પરંતુ મજબૂત બ્રાન્ડ અને વિશ્વસનીય કન્ટેન્ટ બનાવવું પણ જરૂરી બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
5 ફોટોઝ
Surya Grahan 2026 / આજે રાત્રે 9:04થી સૂર્યગ્રહણ! ભારતમાં દેખાશે નહીં, જાણો સૂતક લાગશે કે નહીં
ટોપ સ્ટોરીઝ