બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં સ્નેચિંગ અને મોડાસામાં નવી ઓળખ સાથે મોબાઈલનું વેચાણ

ક્રાઈમ / અમદાવાદમાં સ્નેચિંગ અને મોડાસામાં નવી ઓળખ સાથે મોબાઈલનું વેચાણ

Published By: Hiralal Parmar

Last Updated: 02:46 PM, 12 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોબાઈલ સ્નેચિંગ અને ત્યાર પછીના વેચાણના એક નેટવર્કનો પર્દાફાશ થયો છે. પોલીસે ઘણા આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદના રસ્તા પર કોઈ વ્યક્તિના હાથમાંથી મોબાઈલ ઝૂંટવાય છે ત્યારે ગુનો માત્ર એક મોબાઈલની ચોરી પૂરતો રહેતો નથી. મોબાઈલ સ્નેચિંગ બાદ તેની પાછળ એક આખી ચેઈન સક્રિય થઈ જતી હતી. અરવલ્લી એલસીબીની કાર્યવાહીમાં આ નેટવર્કનો પર્દાફાશ થયો છે. અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાંથી સ્નેચિંગ, ચોરી અને છળકપટથી મેળવાયેલા મોબાઈલ મોડાસા સુધી પહોંચાડવામાં આવતા હતા. ત્યાર બાદ મોબાઈલમાં ટેકનિકલ ફેરફાર કરી તેની ઓળખ સાથે છેડછાડ કરવામાં આવતી અને સેકન્ડ હેન્ડ મોબાઈલ તરીકે ફરી બજારમાં વેચી દેવાતા હતા.

પોલીસે આરોપીઓને ઝડપ્યાં

આ કેસમાં પોલીસે તલ્હા હનીફભાઈ સીધવા, અનસ આરિફભાઈ સુથાર, મોહંમદ શાહરુખ મોહંમદ રફીક ચૌહાણ અને નકીબ મોહંમદ સલીમ જેથરાને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં ચારેયની ભૂમિકા નેટવર્કની અલગ અલગ કડી સાથે જોડાયેલી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના રસ્તા પર સ્નેચિંગ

અમદાવાદમાંથી મોબાઈલ સ્નેચિંગ તથા ચોરી કરવામાં આવતી હતી. મોહંમદ હુસેન ઉર્ફે તીલ્લી તેના સ્નેચર્સ સાગરીતો ખાસ કરીને નંબર પ્લેટ વગરનાં અથવા ચોરીનાં વાહનોનો ઉપયોગ કરતા હોવાની માહિતી સામે આવી છે. એકાદ મોબાઈલની ચોરી કર્યા બાદ તેને તરત વેચવાના બદલે જથ્થો એકઠો કરવામાં આવતો હતો, જ્યારે મોટી સંખ્યામાં મોબાઈલ ભેગા થાય ત્યારે આ જથ્થો અમદાવાદથી બહારના એજન્ટો સુધી પહોંચાડવામાં આવતો હતો.

મોડાસામાં એજન્ટ સુધી મોબાઈલ પહોંચતો

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ચોરી અને સ્નેચિંગના મોબાઈલ મોડાસામાં રહેતા તલ્હા હનીફભાઈ સીધવા સુધી પહોંચાડવામાં આવતા હતા. તલ્હા આ મોબાઈલ આગળની પ્રક્રિયા માટે પોતાના સાગરીતોને આપતો હતો. આ રીતે અમદાવાદમાં ઝૂંટવાયેલો મોબાઈલ થોડા સમયમાં જ શહેરની હદ પાર કરીને મોડાસા સુધી પહોંચી જતો હતો.

મોબાઈલનો કાયાકલ્પ

તપાસમાં મોહંમદ શાહરુખ મોહંમદ રફીક ચૌહાણની ભૂમિકા સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ લેપટોપ મારફતે મોબાઈલને રીબૂટ કરવા, લોક-અનલોક કરવા અને અન્ય ટેકનિકલ ફેરફાર કરવાની કામગીરી થતી હતી. મોબાઈલની ઓળખ સાથે પણ છેડછાડ કરવામાં આવતી હોવાની માહિતી મળી છે. આ પ્રક્રિયા બાદ ચોરીનો ફોન સામાન્ય સેકન્ડ હેન્ડ મોબાઈલ જેવો બનાવી બજારમાં વેચવા માટે તૈયાર કરવામાં આવતો હતો એટલે કે જે ફોન થોડા સમય પહેલાં કોઈ અમદાવાદીના હાથમાંથી ઝૂંટવાયો હતો તેની મૂળ ઓળખ છુપાવીને તેને નવા ગ્રાહક સુધી પહોંચાડવાનો રસ્તો તૈયાર થઈ જતો હતો.

વધુ વાંચો : અમદાવાદમાં 32મા માળે ક્રેન સાથે લટકીને શ્રમિકે ફાંસો ખાધો, સવાર સુધી લાશ લટકતી રહી, લિફ્ટમાં નીચે લવાઈ

રિપેરિંગની દુકાનમાં છુપાવેલો જથ્થો

મોડાસા માર્કેટયાર્ડ ગેટ પાસે આવેલી અલીજા મોબાઇલ રિપેરિંગ અને સેલિંગની દુકાન પોલીસ માટે મહત્ત્વની કડી બની હતી. એલસીબીની ટીમે અહીં દરોડો પાડતાં દુકાનમાંથી ૪૦ મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જ્યારે આરોપીઓની અંગજડતી કરતાં વધુ છ મોબાઈલ મળી આવ્યા હતા. આમ, કુલ ૪૬ મોબાઈલ ફોન પોલીસના હાથ લાગ્યા હતા, સાથે લેપટોપ, ચાર્જર અને ચાર યુએસબી કેબલ સહિત કુલ લાખોનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Gujarat News, Ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ