બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ''અમે કેમ જીવીએ છીએ, અમારું મન જાણે''રાજકોટમાં પુત્રવધુ-પૌત્રીઓ દ્વારા કરાતી હેરાનગતિની વૃદ્ધાએ રડતા-રડતા જણાવી આપવીતિ
Last Updated: 02:39 PM, 12 August 2026
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી ભગીરથી લીલા સોસાયટીમાં મિલકતને લઈને પરિવાર વચ્ચેનો વિવાદ હવે પોલીસ સુધી પહોંચ્યો છે. વૃદ્ધ દંપતીએ આક્ષેપ કર્યો છે કે મિલકત પોતાના નામે કરાવવા માટે તેમની પુત્રવધૂ અને બે પૌત્રીઓ સતત તેમને માનસિક અને શારીરિક રીતે હેરાન કરી રહ્યા છે. વૃદ્ધ દંપતીનો દાવો છે કે મિલકત પચાવી પાડવાના ઇરાદાથી તેમના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે અને અનેક વખત તેમને જાનથી મારી નાખવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

વૃદ્ધ દંપતીના જણાવ્યા મુજબ વર્ષ 2024માં તેમના દીકરાનું અવસાન થયું હતું. દીકરાના મૃત્યુ બાદ તેમની પુત્રવધૂ મિલકતમાં પોતાનો ભાગ માગી રહી છે. આ મુદ્દે છેલ્લા ઘણા સમયથી પરિવાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. વૃદ્ધ દંપતીનો આરોપ છે કે મિલકત પોતાના નામે કરાવવા માટે પુત્રવધૂ અને બે પૌત્રીઓ દ્વારા સતત દબાણ કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT

ફરિયાદમાં વૃદ્ધ દંપતીએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ વૃદ્ધ સસરાને હીંચકેથી નીચે પાડી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, રસોડામાં તેલ ઢોળીને તેમને પડી જાય અને અકસ્માત બને તેવા પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. વૃદ્ધ દંપતીનું કહેવું છે કે આ તમામ કૃત્યો પાછળ તેમને નુકસાન પહોંચાડવાનો ઇરાદો હતો.
ADVERTISEMENT
રાજકોટમાં પુત્રવધુ-પૌત્રીઓ દ્વારા કરાતી હેરાનગતિની વૃદ્ધાએ રડતા-રડતા જણાવી આપવીતિ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 12, 2026
(પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર વૃદ્ધા પુષ્પા જોશીએ કરી VTV NEWS સાથે વાતચીત)#Rajkot #ElderlyWoman #SeniorCitizen #FamilyDispute #VTVDigital pic.twitter.com/y5Re0lU9cO
વૃદ્ધ દંપતીનો વધુ એક ગંભીર આક્ષેપ છે કે જો તેઓ મિલકતમાં ભાગ નહીં આપે તો અકસ્માતનું નાટક કરીને તેમને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ધમકી બાદ વૃદ્ધ દંપતી ભારે ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા હોવાનું તેમણે જણાવ્યું છે. પુત્રવધૂ અને બે પૌત્રીઓના સતત ત્રાસથી કંટાળીને આખરે વૃદ્ધા પુષ્પાબેને પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો હતો. વૃદ્ધ દંપતીએ ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ADVERTISEMENT
રાજકોટમાં વૃદ્ધ દંપતીને પુત્રવધુ-પૌત્રીઓ દ્વારા હેરાન કરાતા હોવાની ફરિયાદ#Rajkot #ElderlyCouple #FamilyDispute #RajkotNews #VTVDigital pic.twitter.com/BSRtMDagzJ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 12, 2026
આ સમગ્ર ઘટનાને લઈને વૃદ્ધા પુષ્પાબેને VTVNEWS સમક્ષ પોતાની વેદના પણ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી તેઓ અને તેમના પતિ સતત માનસિક તણાવમાં જીવી રહ્યા છે. વાતચીત દરમિયાન પોતાના સ્વર્ગસ્થ દીકરાને યાદ કરીને વૃદ્ધા પુષ્પાબેન ભાવુક બની ગયા હતા અને રડી પડ્યા હતા. દીકરાના અવસાન બાદ પોતાના જ પરિવાર તરફથી મળતા ત્રાસને કારણે તેઓ સંપૂર્ણપણે લાચાર બની ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો : સ્પામાં મળેલી વસ્તુઓથી લઈને કોન્ડોમ સુધી, જપ્ત મુદ્દામાલ પોલીસ માટે બન્યો માથાનો દુખાવો
વૃદ્ધ દંપતીએ જણાવ્યું કે હવે તેમને માત્ર ન્યાયની આશા છે. તેથી તેમણે પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. હવે સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી રહી છે. મિલકતને લઈને ઉભા થયેલા આ પરિવારિક વિવાદમાં કરવામાં આવેલા આક્ષેપોની તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.