બ્રેકિંગ ન્યુઝ
9 ફોટો ગેલેરી
Last Updated: 04:40 PM, 12 August 2026
1/9
અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ના પદ માટે પસંદગી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. હાલમાં આ ટોચના હોદ્દા માટે શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામાં આવી રહ્યા છે. આ પદ માટે દેશભરમાંથી 5300 થી વધુ અરજીઓ આવી હતી, જેમાંથી માત્ર 18 ઉમેદવારોની ઈન્ટરવ્યુ માટે પસંદગી કરવામાં આવી છે. આ ઈન્ટરવ્યુ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વહેલી તકે સીઈઓ તરીકે અંતિમ નામની જાહેરાત કરવામાં આવશે.
2/9
ઓફિશિયલ નોટિસ મુજબ, પસંદગી પામનાર CEO નો કાર્યકાળ 3 વર્ષનો રહેશે, જે તેમની કામગીરીના આધારે આગળ વધારી શકાશે. જ્યારે તેમનો પગાર પરસ્પર વાટાઘાટો (Negotiation) ના આધારે નક્કી કરવામાં આવશે. આ પદ માટે 50 થી 70 વર્ષની વયજૂથ ધરાવતા અને ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોય તેવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. ઉમેદવાર પાસે કોઈ મોટા જાહેર સંસ્થા, સરકારી વિભાગ કે કંપનીમાં સંચાલકીય ભૂમિકા (Managerial Role) નો ઓછામાં ઓછો 20 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે. આ સાથે મંદિર કે હિન્દુ ધાર્મિક સંસ્થાના સંચાલનનો અનુભવ ધરાવતા અને સક્રિય હિન્દુ હોય તેવા ઉમેદવારોને પ્રાથમિકતા આપવાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. નોટિસ અનુસાર, ચૂંટાયેલા CEO એ ટ્રસ્ટના કાનૂની, વહીવટી અને નાણાકીય કામકાજની સંપૂર્ણ જવાબદારી સંભાળવાની રહેશે.
3/9
4/9
5/9
6/9
7/9
8/9
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ