બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના ખેલાડીઓને મળશે ₹50 લાખ સુધીની સહાય, હર્ષ સંઘવીએ લૉન્ચ કરી શક્તિદૂત 2.0 યોજના

ગાંધીનગર / ગુજરાતના ખેલાડીઓને મળશે ₹50 લાખ સુધીની સહાય, હર્ષ સંઘવીએ લૉન્ચ કરી શક્તિદૂત 2.0 યોજના

Published By: Nidhi Panchal

Last Updated: 06:37 PM, 12 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરના મહાત્મા મંદિરમાંથી શક્તિદૂત 2.0 યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો. યોજનામાં ખેલાડીઓને મળતી સહાયમાં વધારો, નવી સુવિધાઓ અને રમતગમતના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શક્તિદૂત 2.0 યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન રાજ્યના રમતગમત ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

gandhi

આ પ્રસંગે રાજ્યના 799 પ્રતિભાશાળી ખેલાડીઓને એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ સમગ્ર રાજ્યમાં 388 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે રમત સંકુલો અને લાઇબ્રેરીઓના ઇ-ભૂમિપૂજન અને ઇ-લોકાર્પણ પણ કરવામાં આવશે. રાજ્ય સરકાર રમતગમતની આધુનિક સુવિધાઓ ગામડાં સુધી પહોંચાડવાના પ્રયાસો કરી રહી હોવાનું જણાવાયું હતું.

મહત્તમ આર્થિક સહાયમાં મોટો વધારો કરવામાં આવ્યો

શક્તિદૂત 2.0 યોજનામાં ખેલાડીઓને મળતી મહત્તમ આર્થિક સહાયમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ખેલાડીઓને મહત્તમ 25 લાખ રૂપિયાની સહાય મળતી હતી, જેને હવે વધારીને 50 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત દિવ્યાંગ ખેલાડીઓને પણ સમાન સહાય અને સમાન તક આપવામાં આવશે, જેથી તેઓ પણ રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે.

હવે ઘટાડીને 9 વર્ષ કરવામાં આવી

રાજ્ય સરકારે ખેલાડીઓ માટે અરજી કરવાની લઘુત્તમ વયમર્યાદામાં પણ ફેરફાર કર્યો છે. અગાઉ આ યોજનામાં અરજી કરવા માટે 12 વર્ષની વયમર્યાદા હતી, જેને હવે ઘટાડીને 9 વર્ષ કરવામાં આવી છે. આ નિર્ણયથી નાના વયના પ્રતિભાશાળી ખેલાડીઓને પણ શરૂઆતથી જ પ્રોત્સાહન અને સહાય મળી શકશે.

હાલ 64 ખેલાડીઓને લાભ આપવામાં આવે

શક્તિદૂત યોજનામાં હાલ 64 ખેલાડીઓને લાભ આપવામાં આવે છે, પરંતુ હવે તબક્કાવાર ખેલાડીઓની સંખ્યામાં વધારો કરવામાં આવશે. સાથે જ યોજનામાં રહેલી નિશ્ચિત સમયમર્યાદા પણ દૂર કરવામાં આવી છે. હવે ખેલાડીઓને તેમના સતત પ્રદર્શનના આધારે સહાય મળતી રહેશે. એટલે કે, સારા પ્રદર્શન કરનાર ખેલાડીઓને લાંબા સમય સુધી સરકારનો સહયોગ મળી શકશે.

gandhinagar

સરકારે ઓલિમ્પિક, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓને વિશેષ પ્રાધાન્ય આપવાની જાહેરાત પણ કરી છે. આ ઉપરાંત શક્તિદૂત યોજનામાં સામેલ ન હોય એવા ઉત્કૃષ્ટ ખેલાડીઓને સહાય મળી રહે તે માટે શક્તિદૂત-બી નામની નવી પહેલ પણ શરૂ કરવામાં આવશે.

હર્ષ સંઘવીએ રમૂજી અંદાજમાં સંબોધન કર્યું

કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રમૂજી અંદાજમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, એક સમય હતો જ્યારે ગુજરાતીઓ નેશનલ ટૂર્નામેન્ટમાં ખમણ, ઢોકળા, પાપડ અને જલેબીની ઓળખ સાથે જતા હતા, પરંતુ હવે સમય બદલાયો છે અને ગુજરાતના ખેલાડીઓ રમતના મેદાનમાં ભુક્કા બોલાવતા જોવા મળે છે.

નાગરિક જે ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતનો નાગરિક જે ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કરે છે, તેમાં એવી સિદ્ધિ હાંસલ કરે છે કે બીજા લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. તેમણે ગુજરાતના યુવા ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે પ્રેરણા આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : શિક્ષકની નોકરીની તક! વોક-ઇન ઇન્ટરવ્યૂથી થશે પસંદગી, જાણો સંપૂર્ણ વિગતો

તેમણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓમાં ગુજરાત મેડલ ચાર્ટમાં ક્યાંય દેખાતું નહોતું. વિવિધ ફેડરેશનની ટૂર્નામેન્ટોમાં પણ ગુજરાતની હાજરી મર્યાદિત હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્ય સરકારે રમતગમત ક્ષેત્રે એક-બે નહીં પરંતુ અનેક મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરી છે. તેના પરિણામે આજે ગુજરાતના ગામે-ગામ રમતગમત ક્ષેત્રે નવી ક્રાંતિ જોવા મળી રહી છે અને રાજ્ય સરકાર ગુજરાતને રમતગમત ક્ષેત્રે નવી ઊંચાઈએ લઈ જવા માટે સતત કાર્ય કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shaktidoot 20 Harsh Sanghavi Gujarat Sports

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ