બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / આપઘાત: 'મેં પીટાઈ સહન નહીં કર પાઈ' પગ પર સુસાઈડ નોટ લખી પરિણીતાએ ગળેફાંસો ખાધો

ગુજરાત / આપઘાત: 'મેં પીટાઈ સહન નહીં કર પાઈ' પગ પર સુસાઈડ નોટ લખી પરિણીતાએ ગળેફાંસો ખાધો

Published By: Pravin Joshi

Last Updated: 10:07 PM, 12 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં રિલાયન્સના એન્જિયરની પત્નીએ પગમાં સુસાઈડ નોટ લખીને ગળેફાંસો ખાઈ લીધો છે. લગ્નના ત્રણ વર્ષમાં જ પ્લોટ ખરીદવા પિયરમાંથી રૂ.2 લાખ લાવવાનું કહી પતિ સહિત સાસરીયા ત્રાસ ગુજારતા હતા.

વડોદરાના ઉંડેરા સ્થિત રિલાયન્સ ટાઉનશિપમાં દહેજ ભૂખ્યા સાસરિયાઓના ત્રાસથી કંટાળીને એક 25 વર્ષીય પરિણીતાએ પોતાની 8 મહિનાની માસુમ બાળકીને પાડોશીને સોંપી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મૃતક પરિણીતાએ પોતાની અંતિમ વેદના લોકો સુધી પહોંચે અને પુરાવાનો નાશ ન થાય તે માટે કાગળના બદલે પોતાના ડાબા પગ પર પેનથી સુસાઈડ નોટ લખી હતી કે, મેં દુનિયા સે જા રહી હું, પતિ અપને ઘરવાલો કો ખુશ રખે મેં પીટાઇ સહન નહીં કર પાઈ. આ ઘટના અંગે જવાહરનગર પોલીસે મૃતકના પતિ, સાસુ અને સસરા વિરૂદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે.

didha - 2026-08-12T220245.086

લગ્નના ત્રણ જ વર્ષમાં પરિણીતાનો અંત

ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લાના વતની અને NTPC માં ફરજ બજાવતા અનિલકુમાર જાટવની નાની બહેન સીમાના લગ્ન 22 જૂન, 2023ના રોજ હાથરસના રહેવાસી સુધીરકુમાર અનેકસિંહ સાથે થયા હતા. સુધીર વડોદરાના ઉંડેરા સ્થિત રિલાયન્સમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હોવાથી આ દંપતી વડોદરામાં સ્થાયી થયું હતું. લગ્નના થોડા સમય બાદથી જ સાસરિયાઓ દ્વારા સીમા પર પિયરમાંથી નાણાં લાવવા માટે માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરી દેવાયું હતું.

didha - 2026-08-12T220402.944

પ્લોટ ખરીદવા ₹2 લાખ લાવવા પતિ અને સાસરિયાઓનું દબાણ

ફરિયાદી ભાઈ અનિલકુમારના જણાવ્યા મુજબ, મે-2026માં સુધીરે ફોન કરીને વડોદરામાં પ્લોટ ખરીદવાના બહાને પિયરમાંથી 2 લાખ રૂપિયા મંગાવ્યા હતા. ભાઈએ જુલાઈ સુધી નાણાંની વ્યવસ્થા કરવાનું આશ્વાસન આપ્યું હતું, છતાં સુધીરે સીમા સાથે પિયરપક્ષનો સંપર્ક કાપી નાખ્યો હતો. સાસુ શીલાદેવી અને સસરા અનેકસિંહ પતિ સુધીરને ઉશ્કેરીને સીમા પર સતત ત્રાસ ગુજારતા હતા. આ સિવાય સુધીર અગાઉ પિયર ગયો ત્યારે પણ ₹50 હજારની માંગણી કરી હતી.

'ફોન રિપેર કરાવી આપે, નહીં તો જાનથી મારી નાખીશ'

ઘટનાના આગલા દિવસે એટલે કે 8 ઓગસ્ટે સુધીર અને સીમા વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં સુધીરનો ફોન તૂટી ગયો હતો. જેથી સુધીરે સીમાના મોટા ભાઈ સુનિલને મેસેજ કરીને ધમકી આપી હતી કે, તમારી બહેન સીમાને કહો કે મારો ફોન રિપેર કરાવી આપે, નહીં તો હું તેને જાનથી મારી નાખીશ. પિયરપક્ષ વાત ન કરી શકે તે માટે સુધીરે સીમાના ફોનમાં તમામ પિયરજનોના નંબર પણ બ્લોક કરી દીધા હતા.

આ પણ વાંચો : શિક્ષકની નોકરીની તક! વોક-ઇન ઇન્ટરવ્યૂથી થશે પસંદગી, જાણો સંપૂર્ણ વિગતો

8 મહિનાની દીકરીને પાડોશીને આપી જીવન ટૂંકાવ્યું

9 ઓગસ્ટના રોજ સવારે સુધીર તૂટેલો ફોન રિપેર કરાવવા બહાર ગયો હતો. આ તકનો લાભ લઈ સીમાબેને પોતાની 8 મહિનાની દીકરીને ઉપરના માળે રહેતા પાડોશીને સોંપી રસોઈ બનાવવાનું બહાનું કાઢ્યું હતું. અડધા કલાક બાદ બાળકી રડવા લાગતાં પાડોશી નીચે આવ્યા ત્યારે સીમાબેન ઓઢણી વડે પંખા સાથે લટકતી હાલતમાં મળ્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારે વડોદરા દોડી આવી સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જ્યાં મૃતકના પગ પરથી સુસાઈડ નોટ મળી આવી હતી. જવાહરનગર પોલીસે આરોપી પતિ સુધીરકુમાર, સાસુ શીલાદેવી અને સસરા અનેકસિંહની ધરપકડ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DowryHarassment JawaharnagarPolice VadodaraNews

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ