બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ પોલીસનું મોટું ઓપરેશન: મોબાઈલ ટાવરના મોંઘા સાધનો ચોરતી ટોળકી પકડાઈ

ગુજરાત / રાજકોટ પોલીસનું મોટું ઓપરેશન: મોબાઈલ ટાવરના મોંઘા સાધનો ચોરતી ટોળકી પકડાઈ

Published By: Pravin Joshi

Last Updated: 09:31 PM, 12 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ ગ્રામ્ય પોલીસ હેઠળના શાપર વેરાવળ પોલીસ સ્ટેશને ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી મોબાઈલ ટાવરોના કિંમતી સાધનોની ચોરી કરતી એક હાઈટેક અને શાતિર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.

રાજકોટ ગ્રામ્ય પોલીસ હેઠળના શાપર વેરાવળ પોલીસ સ્ટેશને ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી મોબાઈલ ટાવરોના કિંમતી સાધનોની ચોરી કરતી એક હાઈટેક અને શાતિર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે ચોરી કરનાર ૩ મુખ્ય આરોપીઓ જયદીપ બાવળિયા, ધર્મેશ મેવાસિયા અને રાહુલ સતવાણીની ધરપકડ કરી ગુનામાં વપરાયેલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ આરોપીઓ રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોના ટાવરો પરથી કિંમતી ઈલેક્ટ્રોનિક પાર્ટ્સ ચોરીને દિલ્હી ખાતે કુરિયર મારફતે મોકલતા હોવાનું સામે આવ્યું છે.

મોબાઈલ સિગ્નલમાં વપરાતા 'RRU' ને જ બનાવતા હતા ટાર્ગેટ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ ગેંગના સભ્યો ટેકનિકલ જાણકારી ધરાવતા હતા અને અવાવરૂ સ્થળોએ આવેલા મોબાઈલ ટાવરોને જ પસંદ કરતા હતા. ચોરો ખાસ કરીને 'રિમોટ રેડિયો યુનિટ' (RRU) તરીકે ઓળખાતા સાધનની ચોરી કરતા હતા. આ યુનિટનું વજન આશરે ૭ થી ૮ કિલો હોય છે અને તે ટાવરમાં નેટવર્ક સિગ્નલ પ્રોસેસિંગ તથા કવરેજ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કાળાબજારી (Black Market) માં આ સિંગલ યુનિટની અંદાજિત કિંમત ₹80,000 જેટલી હોય છે.

didha - 2026-08-12T213122.048

રાત્રિના સમયે ટાવર પર ચડી કરતા કટર-ઓપરેશન

આરોપીઓ રાત્રિના અંધારાનો લાભ લઈ ટાવર પર ચડી જતા હતા અને સૌપ્રથમ વીજ પુરવઠો ડિસ્કનેક્ટ કરી દેતા હતા. ત્યારબાદ અત્યંત કુશળતાપૂર્વક આ કિંમતી યુનિટ્સ ઉતારી લેતા હતા. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ ગેંગે માત્ર રાજકોટમાંથી જ ૧૫ જેટલા અને અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૫ જેટલા કિંમતી યુનિટ્સની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.

દિલ્હી કનેક્શન અને કુરિયર મારફતે બ્લેક માર્કેટિંગ

ચોરી કર્યા બાદ આ હાઈટેક સાધનો સ્થાનિક સ્તરે વેચવાને બદલે તેને સુરક્ષિત પેકિંગ કરીને દિલ્હી ખાતે રહેલા મુખ્ય રિસીવરોને કુરિયર મારફતે મોકલી આપવામાં આવતા હતા. દિલ્હીથી આ પાર્ટ્સ ગેરકાયદેસર નેટવર્ક દ્વારા અન્ય સ્થળોએ ઊંચી કિંમતે વેચવામાં આવતા હતા.

આ પણ વાંચો : શિક્ષકની નોકરીની તક! વોક-ઇન ઇન્ટરવ્યૂથી થશે પસંદગી, જાણો સંપૂર્ણ વિગતો

દિલ્હીના રિસીવરોને પકડવા તપાસના ચક્રો ગતિમાન

શાપર વેરાવળ પોલીસે ત્રણેય આરોપીઓ જયદીપ બાવળિયા, ધર્મેશ મેવાસિયા અને રાહુલ સતવાણી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે આંતરરાજ્ય કનેક્શન ધરાવતા આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે દિલ્હીના કુરિયર મેળવનાર ગ્રાહકો અને અન્ય સાગરીતોની ધરપકડ કરવા માટે ચક્રગતિમાન કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot RajkotPolice ShaparVeraval

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ