બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં 100 ફૂટ ઊંચી ટાંકી પર ચડી ગયો યુવક, કલાક સુધી ગોળ ગોળ ફરતો રહ્યો, જાણો કેવી રીતે નીચે લવાયો?
Last Updated: 11:41 AM, 13 August 2026
સુરતના ઉધનામાં બની રહેલી ટાંકી પર એક યુવકે ચડી જઈને ડ્રામો કર્યો હતો યુવકને તો મજાક લાગી પરંતુ તંત્રને પરસેવો પડી ગયો. હકીકતમાં અસ્થિર મગજનો એક યુવક બની રહેલી 100 ફૂટ ઊંચી ટાંકી પર ચડી ગયો હતો અને લગભગ એક કલાક ત્યાં જ ઊભો રહ્યો હતો. જરાક જેટલી ભૂલ તેનો જીવ લઈ શકતી હતી. આ પછી લોકોના ટોળેટોળા વળ્યાં હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જે પછી મહામુસીબતે તેને નીચે ઉતારાયો હતો.
ADVERTISEMENT
અજાણ્યા યુવકે સુરતનો ઉધના રોડ માથે લીધો, ફાયર ટીમને ધંધે લગાડી#Surat #Udhna #FireBrigade #SuratNews #VTVDigital pic.twitter.com/QaDQLQNWNW
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 13, 2026
હાઈડ્રોલિક ડ્રોલી સાથે યુવકનું રેસ્ક્યૂ
ADVERTISEMENT
સમાચાર મળ્યાં બાદ ફાયરબ્રિગેડ હાઈડ્રોલિક ટ્રોલી સાથે આવી હતી અને બે જવાનોએ તેને ટ્રોલીમાં બેસાડ્યો હતો.
ADVERTISEMENT
બાંધકામના માંચડા પર થઈને ઉપર ચડ્યો
બાંધકામ માટે બનાવાયેલા માંચડા પર થઈને યુવક ઉપર ચડી ગયો હતો. લોકોએ તેને નીચે ઉતરી જવા સમજાવ્યો પણ યુવક માન્ય નહીં અને 100 ફૂટ ઉપર જઈ બેસી ગયો હતો અને કલાક ત્યાં જ રોકાયો હતો. ફાયર ઓફિસર નરોત્તમ ખલાસીએ જણાવ્યું કે, SMCની નવી બની રહેલી પાણીની ટાંકી પર એક અસ્થિર મગજનો યુવક ચડી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ઉધના ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. યુવક ટાંકીની ઉપર ગોળ ગોળ ફરી રહ્યો હતો અને અસ્થિર મગજનો હોવાથી તે શું બોલી રહ્યો હતો તેની કશી ખબર પડતી નહોતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.