બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 13 ઓગસ્ટથી શ્રાવણ મહિનાની શરુઆત: જાણો શિવપૂજા, વ્રત નિયમો અને તહેવારોનું સંપૂર્ણ કેલેન્ડર

photo-story

9 ફોટો ગેલેરી

ધર્મ / 13 ઓગસ્ટથી શ્રાવણ મહિનાની શરુઆત: જાણો શિવપૂજા, વ્રત નિયમો અને તહેવારોનું સંપૂર્ણ કેલેન્ડર

Last Updated: 12:01 AM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

13 ઓગસ્ટથી શરૂ થતા શ્રાવણ મહિનામાં ચાર સોમવાર અને અનેક વ્રત-તહેવારો સાથે ભગવાન શિવની વિશેષ આરાધના કરાય છે. પ્રાચીન શાસ્ત્રો અનુસાર આ મહિનો ફક્ત શિવપૂજા જ નહીં, પરંતુ સંયમ, વેદ-અધ્યયન અને વિષ્ણુ-કૃષ્ણ ઉપાસનાનો પણ પવિત્ર સમય છે.

1/9

photoStories-logo

1. શ્રાવણ શુભારંભ

આવતીકાલથી એટલે કે ગુરુવાર 13 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ મહિનાનો શુભારંભ થઈ રહ્યો છે. આ મહિનો 11 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ વખતે શ્રાવણમાં કુલ ચાર સોમવાર આવશે, જે 17 ઓગસ્ટ, 24 ઓગસ્ટ, 31 ઓગસ્ટ અને 7 સપ્ટેમ્બરના રોજ પડશે. સ્કંદપુરાણના સેતુ-માહાત્મ્યમાં શ્રીરામ દ્વારા કરવામાં આવેલી શિવપૂજાનો સુંદર ઉલ્લેખ મળે છે. તેમાં સીતા માતાએ રેતીમાંથી શિવલિંગ બનાવ્યું હતું અને શ્રીરામે તેને સ્થાપિત કરીને શિવ-પાર્વતીની પૂજા કરી હતી. તેમને જળથી અભિષેક પણ કર્યો હતો. આજે પણ ઘરે કે મંદિરમાં તે જ ભાવથી શિવપૂજન કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. શિવપૂજા

શ્રાવણ મહિનો ફક્ત શિવપૂજા પૂરતો મર્યાદિત નથી. પ્રાચીન વૈદિક પરંપરામાં આ મહિનામાં વરસાદ અને નવી હરિયાળી સાથે વેદ-અધ્યયનનું નવું સત્ર પણ શરૂ થતું હતું. આપસ્તમ્બ ગૃહ્યસૂત્રમાં આ વાત નોંધાયેલી છે. વાલ્મીકિ રામાયણમાં પણ ઉલ્લેખ છે કે શ્રાવણ મહિનામાં શ્રીરામ સીતાજીની શોધનું અભિયાન રોકીને સુગ્રીવને કહે છે કે આ સમય અભિયાન માટે યોગ્ય નથી. તેઓ લક્ષ્મણ સાથે પ્રસ્રવણ પર્વત પર રોકાઈને વ્રત-પૂજા કરતા વરસાદ પૂરો થવાની રાહ જુએ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. મહાભારતકાળ

મહાભારતકાળમાં ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને સમજાવે છે કે આખા શ્રાવણ મહિનામાં સંયમ રાખીને રોજ માત્ર એક સમય ભોજન કરવાનો નિયમ છે. શ્રાવણની દ્વાદશી તિથિએ દિવસ-રાત ઉપવાસ કરીને ભગવાન કૃષ્ણના શ્રીધર રૂપની પૂજા કરવાનું પણ વિધાન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. સ્કંદપુરાણ

સ્કંદપુરાણના શ્રાવણ માહાત્મ્યમાં ભગવાન શિવ પોતે સનત્કુમારને કહે છે કે બાર મહિનામાં શ્રાવણ તેમને સૌથી વધુ પ્રિય છે અને આ મહિનાનો એક પણ દિવસ સાધના વિના ખાલી ન રહેવો જોઈએ. આ જ પરંપરામાં અગસ્ત્ય તારાના ઉદય પર ઋષિ અગસ્ત્યને અર્ઘ્ય આપવાનું વિધાન પણ મળે છે. આમ જોવા જઈએ તો પ્રાચીન કાળમાં શ્રાવણ મહિનો ફક્ત શિવપૂજા સુધી મર્યાદિત નહોતો, પરંતુ વિષ્ણુ-કૃષ્ણની ઉપાસના અને આત્મસંયમ સાથે પણ ઊંડાણથી જોડાયેલો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. શ્રાવણ માસમાં શિવપૂજા માટે જરૂરી મુખ્ય સામગ્રી

શ્રાવણમાં શિવપૂજા માટે પીતળાની થાળીમાં શુદ્ધ જળનો કલશ, ગંગાજળની બોટલ, નાનું શિવલિંગ, આકડાના ફૂલ, કુંકુનો ઉપયોગ કરવો.આ સિવાય પંચામૃત તરીકે દૂધ, દહીં, ઘી, મધ અને મિશ્રી, ધતૂરાનું ફળ, અત્તરની શીશી, લીલી દૂર્વા, બિલીપત્ર, ચંદન, સિંદૂર, અબીર અને ગુલાલનો ઉપયોગ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. ભગવાન શિવની પૂજા વિધિ (સ્કંદ પુરાણ અનુસાર શ્રીરામે કરી હતી)

પૂજાની શરૂઆતમાં સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા. ત્યારબાદ હાથમાં થોડું જળ લઈને પૂજા કરવાનો સંકલ્પ લેવો. તે પછી ગણેશજી અને નંદીને પ્રણામ કરવા અને ભગવાન શિવ-પાર્વતીનું ધ્યાન ધરવાનું વિધાન છે. પછી ૐ નમઃ શિવાયના જાપ સાથે જળ અને દૂધથી શિવલિંગનો અભિષેક કરવો. ત્યારબાદ ચંદન, અક્ષત, ફૂલ અને બિલીપત્ર ચઢાવવા. અગરબત્તી અને ઘી-તેલનો દીવો પ્રગટાવીને ફળ, મીઠાઈ કે સાત્વિક ભોજનનો પ્રસાદ ધરાવીને પ્રણામ કરીને પ્રાર્થના કરવી. છેલ્લે જો માટીનું શિવલિંગ હોય તો તેને પાણીમાં વિસર્જન કરીને પાણીને કુંડામાં નાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. શ્રાવણ સોમવારના વ્રતના નિયમો

પૂજા બાદ વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. આખો દિવસ મન, વાણી અને ઈન્દ્રિયો પર સંયમ રાખવો. જો આખો દિવસ ભૂખ્યા રહેવું સંભવ ન હોય તો રાત્રે ભોજન કરી શકાય. નિર્જળા વ્રત જરૂરી નથી, શ્રદ્ધા અનુસાર વ્રત કરી શકાય છે. કોઈપણ નશીલી વસ્તુ ખાવી-પીવી નહીં અને ખોટે સૂવું નહીં. છેલ્લે શિવ મંદિરના પૂજારી કે કોઈ બ્રાહ્મણને ભોજન કરાવવાનું વિધાન છે. આ નિયમો શ્રાવણના સોમવારે ભગવાન ભોળાનાથની આરાધના વધુ ફળદાયી બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. શ્રાવણ માસ અને ખાસ તહેવાર

ગુરુવાર 13 ઓગસ્ટથી શ્રાવણ શરૂ થાય છે. 14 ઓગસ્ટે મંગળાગૌરી વ્રત અને જીવંતિકા વ્રત, 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિવસ, 16 ઓગસ્ટે વિનાયક ચતુર્થી અને 17 ઓગસ્ટે પહેલો સોમવાર સાથે નાગપાંચમ છે. 19 ઓગસ્ટે મારવાડી સાતમ, 23 ઓગસ્ટે પવિત્રા-પુત્રદા અગિયારસ, ૨૪ ઓગસ્ટે બીજો સોમવાર અને દામોદર બારસ, 25 ઓગસ્ટે ભૌમ પ્રદોષ તેમજ 27 ઓગસ્ટે પૂનમ સાથે ચંદ્રગ્રહણ (ભારતમાં દેખાશે નહીં) પડે છે. 28 ઓગસ્ટે રક્ષાબંધન અને 29 ઓગસ્ટે હિંડોળા સમાપ્ત થાય છે. 31 ઓગસ્ટે ત્રીજો સોમવાર સાથે બોળ ચોથ અને ફૂલકાજલી ત્રીજ છે. સપ્ટેમ્બરમાં 1 તારીખે નાગપાંચમ, 2 તારીખે રાંધણ છઠ્ઠ, 3 તારીખે શીતળા સાતમ, 4 તારીખે જન્માષ્ટમી, 5 તારીખે નંદ મહોત્સવ, 7 તારીખે અજા એકાદશી, 8 તારીખે ભૌમ પ્રદોષ અને અંતે 10-11 સપ્ટેમ્બરે અમાસ સાથે શ્રાવણ માસ પૂરો થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

worship Lord Shiva Shravan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ