બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / સ્માર્ટફોન ખરીદવાનો પ્લાન છે? શાનદાર ફીચર્સ વાળો Realme 16x 5G થયો લૉન્ચ, મળશે 7000mAhની બેટરી

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / સ્માર્ટફોન ખરીદવાનો પ્લાન છે? શાનદાર ફીચર્સ વાળો Realme 16x 5G થયો લૉન્ચ, મળશે 7000mAhની બેટરી

Last Updated: 10:54 PM, 12 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Realmeએ 7,000mAh બેટરીવાળું Realme 16x 5G ભારતમાં લોન્ચ કર્યું છે, જ્યારે Samsung Galaxy Budsમાં Hearing Aid ફીચર લાવશે. ચાલો તેના વિષે જાણીએ.

1/5

photoStories-logo

1. ટેક વર્લ્ડમાં મોટા અપડેટ્સ

આજે ટેક વર્લ્ડમાં ઘણા મોટા અપડેટ્સ સામે આવ્યા છે, જે યુઝર્સના અનુભવને બદલી નાખનારા છે. Realmeએ ભારતીય બજારમાં પોતાનું 7,000mAh બેટરીવાળું નવું 5G સ્માર્ટફોન Realme 16x 5G લોન્ચ કરી દીધું છે. Samsungએ પોતાના Galaxy Budsમાં Hearing Aid ફીચર લાવવાની જાહેરાત કરી છે, જે ઓછું સાંભળતા લોકો માટે ખૂબ મદદરૂપ સાબિત થશે. બીજી તરફ Xiaomiનું વર્ષ 2026નું સંપૂર્ણ Indian Roadmap લીક થઈ ગયું છે, જેમાં Redmi 17થી લઈને ફ્લેગશિપ Xiaomi 18 Proની લોન્ચ ડેટ્સની ટાઈમલાઈન સામે આવી છે. આ સિવાય Oppoનું નવું ફ્લેગશિપ Pad BIS સર્ટિફિકેશન પર જોવા મળ્યું છે, જે ટૂંક સમયમાં ભારતમાં એન્ટ્રી લઈ શકે છે. ચાલો આ બધા વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. Realme 16x 5G ભારતમાં લોન્ચ

Realme 16x 5G ભારતમાં લોન્ચ થઈ ગયું છે. તેની શરૂઆતની કિંમત 4GB RAM + 128GB સ્ટોરેજના બેઝ વેરિયન્ટ માટે 25,999 રૂપિયા રાખવામાં આવી છે. જોકે લોન્ચ ઓફર સાથે તેને વધુ સસ્તામાં ખરીદી શકાય છે. આ બજેટ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 6300 પ્રોસેસર અને 6.8-ઇંચની HD+ LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનની સૌથી મોટી USP તેની 7,000mAhની બેટરી છે જે 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. Samsung Galaxy Budsનું કમાલનું ફીચર

Samsungએ જાહેરાત કરી છે કે તે Appleની જેમ જ પોતાના Galaxy Buds ઈયરફોનમાં Hearing Aid ફીચર ઉમેરવા જઈ રહ્યું છે. આ ફીચર ઓછી સાંભળવાની ક્ષમતા ધરાવતા લોકો માટે ખૂબ મદદરૂપ સાબિત થશે. કંપની આ નવા સોફ્ટવેર ફીચરને આ વર્ષના અંત સુધીમાં પોતાના પસંદગીના પ્રીમિયમ Galaxy Buds મોડલમાં Over-the-Air (OTA) અપડેટ દ્વારા રોલઆઉટ કરવાનું શરૂ કરશે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાની આસપાસની અવાજો અને વાતચીતને વધુ સ્પષ્ટ રીતે સાંભળી શકશે, જેથી તેમને અલગ કે મોંઘા Hearing Aid ડિવાઈસની જરૂર નહીં પડે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આ વર્ષ ભારતમાં લોન્ચ થશે Xiaomiના આ ફોન્સ

Xiaomiનું વર્ષ 2026 માટે ભારતમાં સ્માર્ટફોન્સ લોન્ચ કરવાનું Roadmap લીક થઈ ગયું છે. તે મુજબ કંપની સપ્ટેમ્બરથી ડિસેમ્બર વચ્ચે બજેટથી લઈને અલ્ટ્રા-પ્રીમિયમ સેગમેન્ટ સુધીના નવા ડિવાઈસેસ રજૂ કરશે. આ લીક અનુસાર 5 સપ્ટેમ્બરે 7,500mAh બેટરીવાળી બજેટ-ફ્રેન્ડલી Redmi 17 Series આવશે. તેના તરત બાદ 18-20 સપ્ટેમ્બરની આસપાસ 9,000mAh બેટરી અને AMOLED ડિસ્પ્લેથી સજ્જ Redmi Note 17 Pro Series માર્કેટમાં દસ્તક આપશે. જ્યારે વર્ષના અંતે એટલે કે ડિસેમ્બર 2026માં કંપની પોતાની ફ્લેગશિપ Xiaomi 18 Pro Series લોન્ચ કરશે જેમાં પાછળની બાજુએ સેકન્ડરી ડિસ્પ્લે અને લેટેસ્ટ Snapdragon 8 Elite પ્રોસેસર જેવા ફીચર્સ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે Oppo Pad 5 Pro

Oppoના અપકમિંગ ટેબ્લેટ Oppo Pad 5 Proને ભારતીય માનક બ્યુરો (BIS) વેબસાઈટ પર જોવા મળ્યું છે જેથી તેના ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવાના સંકેત મળી રહ્યા છે. લીક થયેલી માહિતી અને રિપોર્ટ્સ અનુસાર આ પ્રીમિયમ ટેબ્લેટ 12.1 ઇંચની મોટી સ્ક્રીન ડિસ્પ્લે અને પાવરફુલ Snapdragon 8 Gen 3 પ્રોસેસર સાથે આવી શકે છે. ઉત્તમ પરફોર્મન્સ અને મલ્ટિટાસ્કિંગ માટે તેમાં 16GB સુધીની RAM, લાંબા સમય સુધી ચાલતી 9,510mAhની દમદાર બેટરી અને 67W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ મળવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Xiaomi Galaxy Buds Realme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ