ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / તમારા કામનું / ''8મું પગાર પંચ હાલ...'', સંસદમાં બોલી કેન્દ્ર સરકાર, જાણો ક્યારથી લાગુ થશે?

તમારા કામનુું / ''8મું પગાર પંચ હાલ...'', સંસદમાં બોલી કેન્દ્ર સરકાર, જાણો ક્યારથી લાગુ થશે?

Published By: Nidhi Panchal

Last Updated: 10:43 AM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારના લગભગ 70 લાખ કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ભલામણોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ સરકાર તરફથી હજુ સુધી અમલીકરણની કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. સંસદમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે 8મા કેન્દ્રીય પગાર પંચનો અહેવાલ હજુ રજૂ થયો નથી, જેના કારણે પગાર, ડીએ, ભથ્થાં અને પેન્શનમાં ફેરફાર અંગેનો અંતિમ નિર્ણય હજુ બાકી છે.

ADVERTISEMENT

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો છેલ્લા ઘણા સમયથી 8મા કેન્દ્રીય પગાર પંચની રાહ જોઇ રહ્યા છે. પગારમાં કેટલો વધારો થશે, DAમાં શું ફેરફાર થશે અને નવા પેન્શનના નિયમોમાં શું અમલમાં આવશે તે અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય જાહેર થયો નથી. કેન્દ્ર સરકારે હવે સંસદમાં આ મુદ્દે સ્પષ્ટતા કરી છે. સરકારના જવાબ બાદ લગભગ 70 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને હજુ થોડો વધુ સમય સુધી રાહ જોવી પડી શકે છે.

pagar-punch01.jpg

8મા પગાર પંચ અંગે સરકારની મોટી સ્પષ્ટતા

લગભગ 70 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો સતત વિચારી રહ્યા છે કે 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે? 3 નવેમ્બર, 2025ના રોજ રચાયેલા આ કમિશનને નવ મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી તેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટતા કરી છે કે સુધારેલા પગાર, વિવિધ ભથ્થાં અને પેન્શનની રૂપરેખાને હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. ઉપરાંત, તેના અમલીકરણની તારીખ અંગે પણ કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

નાણા રાજ્યમંત્રીએ શું કહ્યું?

નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે 8મા કેન્દ્રીય પગાર પંચે હજુ સુધી પોતાની ભલામણો રજૂ કરી નથી. આનો અર્થ એ થયો કે કર્મચારીઓ અને પેન્શનરોએ હજુ રાહ જોવી પડશે. પગાર, મોંઘવારી ભથ્થું (DA), અન્ય ભથ્થાં અને નિવૃત્તિ બાદ મળતા લાભો અંગે કોઈ નક્કર નિર્ણય કમિશનનો અહેવાલ આવ્યા પછી જ સ્પષ્ટ થશે.

8મું પગાર પંચ ક્યારે લાગુ થશે?

સરકારના જણાવ્યા મુજબ કમિશનને તેની રચનાની તારીખથી 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ સમયમર્યાદા મે 2027 સુધીની છે. જોકે સુધારેલા પગાર અને પેન્શનનું નવું માળખું ક્યારે અમલમાં આવશે તે અંગે સરકારે હજુ સુધી કોઈ સંકેત આપ્યો નથી. આ અનિશ્ચિતતા પગાર પંચ હેઠળ આવતાં 35.77 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 33.76 લાખ પેન્શનરો માટે ચિંતાનો વિષય બની છે. આ આંકડામાં સંરક્ષણ પેન્શનરોનો સમાવેશ થતો નથી, તેમ છતાં કુલ અસરગ્રસ્ત લોકોની સંખ્યા લગભગ 70 લાખની આસપાસ પહોંચે છે.

DAમાં વર્ષમાં ત્રણ વખત સુધારો કરવાની માંગ

બીજી તરફ ભારત પેન્શનર્સ સોસાયટી (BPS) જેવા સંગઠનો સતત પગાર પંચ સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરી રહ્યા છે. અંદાજે 10 લાખ પેન્શનરોનું પ્રતિનિધિત્વ કરતી BPSએ 7 ઓગસ્ટે કમિશનના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR)માં વર્ષમાં માત્ર બે વખત નહીં પરંતુ ત્રિમાસિક સુધારો કરવાની માંગ કરી હતી. સંગઠનનું કહેવું છે કે હાલ વર્ષમાં બે વખત થતો સુધારો વધતી મોંઘવારી સામે પૂરતું રક્ષણ આપતો નથી. તેથી ડીએ અને ડીઆરમાં ત્રિમાસિક સરેરાશના આધારે સુધારો કરવામાં આવે.

પેન્શનરો માટે વધુ માંગણીઓ

ભારત પેન્શનર્સ સોસાયટીએ વધુમાં માંગ કરી છે કે DR 25 ટકા કરતાં વધુ થતાં જ તેને મૂળભૂત પેન્શનમાં એકીકૃત કરવામાં આવે, જેથી પેન્શનરોની ખરીદ શક્તિ જળવાઈ રહે. સાથે જ BPSએ ₹45,000 લઘુત્તમ પેન્શન અને ₹69,000 લઘુત્તમ મૂળ પગાર નક્કી કરવાની દરખાસ્ત પણ રજૂ કરી છે. ઉપરાંત 3.83 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાની ભલામણ કરવામાં આવી છે, જે NC-JCM સ્ટાફ પક્ષની માંગણીઓ સાથે સુસંગત હોવાનું જણાવાયું છે.

આ પણ વાંચો : લેહ-લદ્દાખમાં વહેલી સવારે 5.5ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવતાં ફફડાટ, જીવ બચાવવા લોકો ઘર બહાર દોડ્યાં

સંગઠને વધુમાં એવી પણ માંગ કરી છે કે લાંબા સમયના અંતરના કારણે કર્મચારીઓ અને પેન્શનરોને નુકસાન ન થાય તે માટે દર 10 વર્ષના બદલે દર 5 વર્ષે પગાર અને પેન્શનની સમીક્ષા કરવામાં આવે. હાલમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે 8મા પગાર પંચનો અહેવાલ હજુ રજૂ થયો નથી. તેથી પગાર, પેન્શન, ડીએ અને અન્ય ભથ્થાઓમાં ફેરફાર અંગેનો અંતિમ નિર્ણય કમિશનની ભલામણો આવ્યા બાદ જ લેવામાં આવશે. ત્યાં સુધી દેશના લગભગ 70 લાખ કર્મચારીઓ અને પેન્શનરોએ રાહ જોવી પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Central Government 8th Pay Commission DA Hike

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ