બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / આફ્રિકન યુવતીએ રાજકોટના ખેડૂત સાથે ઓનલાઈન 'પ્રેમલીલા' આચરી, પછી... સોશિયલ મીડિયા વાપરો છો તો જાણો
Last Updated: 09:53 AM, 13 August 2026
આફ્રિકન યુવતીએ ફેસબુક મારફત રાજકોટના જસદણ ખાતે રહેતા ખેડૂત સાથે મિત્રતા કેળવી બાદમાં કિંમતી ગિફ્ટ આપવાના બહાને 6.30 લાખ પડાવી લીધા હતા આ કેસમાં રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરતા દિલ્હી અને નોઈડામાં બેસી આફ્રિકન યુવતી અને બે યુવકો મળી સાયબર ફ્રોડ કરતા હોવાનું સામે આવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી જેની તપાસમાં મુખ્ય આરોપી તરીકે આફ્રિકન યુવતી એન્જલના પૂર્વ પ્રેમીએ આખું કાવતરું ઘડી સ્ક્રીપટ તૈયાર કરી સ્ક્રીપટ મુજબ જ વાતચીત કરવા જણાવી અલગ અલગ સમયે રૂપિયા પડાવ્યા હતા અને બાદમાં આરોપી માજી ઓનું મદુઆબુચી ઉપાડતો હોવાનું સામે આવતા પોલીસે દિલ્લી ખાતેથી એન્જલના પૂર્વ પ્રેમી અને મુખ્ય આરોપી માજીને ઝડપી પાડી 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
શું હતો આખો બનાવ?
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, રાજકોટના જસદણ વિસ્તારમાં રહેતા ખેડૂતને ફેસબુક મારફ મિત્રતા કેળવી એક યુવતીએ પ્રેમજાળમાં ફસાવી બાદમાં વિદેશથી કિંમતી ગિફ્ટ મોકલવી છે તેવું કહી બાદમાં કસ્ટમ અધિકારીના નામે ફોન કરી કિંમતી પાર્સલ મેળવવા માટે ટેક્સ ભરપાઈ કરવાનું કહી કટકે કટકે 6.30 લાખ પડાવ્યાની ફરિયાદ દાખલ થતા પોલીસે અગાઉ એક આફ્રિકન યુવતી અને બે યુવક મળી ત્રણની ધરપકડ કરવામાં આવી હતી જેના 5 દિવસના રિમાન્ડ દરમિયાન પુછપરછ કરતા અને ટેક્નિકલ પુરાવા મેળવી આગળ વધુ ત્રણ દિવસના રિમાન્ડ મેળવી અન્ય આરોપીઓ અંગે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
યુવતીના પ્રેમીની પણ સંડોવણી
પોલીસ તપાસ દરમિયાન અગાઉ પકડાયેલ આરોપી એન્જલના પૂર્વ પ્રેમી માજી ઓનું મદુઆબુચીની સંડોવણી હોવાનું અને આ ફ્રોડ કેસમાં મુખ્ય આરોપી માજી હોવાનું સામે આવતા પોલીસે દિલ્લી ખાતેથી માજી ઓનું મદુઆબુચીની ધરપકડ કરી તેના 5 દિવસના રિમાન્ડ મેળવી તેની પાસેથી મળી આવેલ મોબાઈલ લેપટોપ પેનડ્રાઇવ અને સીમકાર્ડ કબ્જે કરી તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી માજીની ધરપકડ બાદ તપાસ કરતા માજી દ્વારા આખી સ્ક્રીપટ તૈયાર કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે અને તે પોતે AI ચેટ GPT જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી લોકોને વિશ્વાસમાં લઇ છેતરપિંડી આચરતો હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
બ્રેકઅપ થયા બાદ પ્લાન બનાવ્યો
પોલીસના જણાવ્યા મુજબ આરોપી માજી ઓનું મદુઆબુચીની તપાસ પુછપરછ કરતા અગાઉ ઝડપાયેલ આરોપી એન્જલ અને માજી વચ્ચે પ્રેમ સબંધ હતો પરંતુ માર્ચ મહિનામાં બ્રેકઅપ થઇ ગયું હતું. અગાઉ બન્ને જયારે રિલેશનમાં હતા આ સમયે માજી દ્વારા ફ્રોડ માટે પ્લાન બનાવી આખી સ્ક્રીપટ તૈયાર કરવામાં આવતી હતી અને એ તૈયાર કરાયેલ સ્ક્રીપટ મારફત જ એન્જલ જસદણના ખેડૂત સાથે વાત કરી પ્રેમજાળમાં ફસાવી બાદમાં ભેટ આપવાના બહાને કસ્ટમના અધિકારીની ઓળખ આપી રૂપિયા પડાવતી હતી એટલું જ નહિ ભોગબનનારને શંકા ન જાય આ માટે પાર્સલના પણ વ્યવસ્થિત ફોટા પાડી AI કે ચેટ GPT જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી વ્યવસ્થિત ઓરીજીનલ પાર્સલ જેવો ફોટો બનાવી આપી અને રૂપિયા પડાવતા હોવાનું પણ સામે આવ્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચો : આજનો દિવસ પણ ભારે! ગુજરાતના આ 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
આરોપીઓએ 6 લોકો સાથે છેતરપિંડી કરી
ADVERTISEMENT
આરોપી માજી દ્વારા અત્યાર સુધી કુલ 6 લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે પરંતુ 6 કરતા વધુ લોકો સાથે આ રીતે છેતરપિંડી કરી હોવાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ પુછપરછ હાથ ધરી છે. આ ઉપરાંત 15 જેટલા બેન્ક એકાઉન્ટ ધારકો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે અને તેઓની સંડોવણી ફ્રોડ કેસમાં ખુલશે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સાથે આફ્રિકન આરોપીઓ હોવાથી રાજ્ય અને કેન્દ્રની અલગ અલગ એજન્સી દ્વારા પણ તપાસમાં જોડાઈ આરોપીઓની પુછપરછ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.