બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પૂર્વ નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, શેલામાં બહેનના ઘેર છુપાઈ ત્યાંથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી
Last Updated: 07:22 AM, 13 August 2026
આવક કરતા વધુ સંપત્તિના કેસમાં આણંદના તત્કાલીન અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ આખરે પોલીસ સકંજામાં આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કેતકી વ્યાસની શેલા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. કેતકી વ્યાસ પોતાની બહેનના ઘરે છુપાઈને રહેતા હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી હતી અને ત્યારબાદ તેમને ACBને સોંપી દેવાઈ હતી.
ADVERTISEMENT
તત્કાલીન કલેક્ટરની ચેમ્બરમાં છૂપો કેમેરો લગાવ્યો
આણંદના તત્કાલીન કલેક્ટર ડી.એસ. ગઢવીની ચેમ્બરમાં છૂપો કેમેરા લગાવવાના અને બ્લેકમેઈલના વિવાદ બાદ કેતકી વ્યાસ સામે ACBની આવક અને સંપત્તિ અંગેની તપાસ શરૂ થઈ હતી.
ADVERTISEMENT
આ કેસમાં કેતકી વ્યાસે હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે જામીન આપવાનો ઇનકાર કરતાં હવે તેમની ધરપકડ કરવામાં આવી છે. હવે ACB દ્વારા કેતકી વ્યાસની પૂછપરછ કરવામાં આવશે.
22 જુન 2026ના રોજ એસીબીએ ગુનો દાખલ કર્યો હતો
ADVERTISEMENT
આ પહેલા 22 જુન 2026ના રોજ એસીબીએ આણંદના પૂર્વ નિવાસી કલેક્ટર અને હાલ ફરજ મોકૂફ કેતકી વ્યાસ વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ વાંચો : આજનો દિવસ પણ ભારે! ગુજરાતના આ 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ADVERTISEMENT
અપ્રમાણસર મિલકત હોવાનો ખુલાસો
ACBની તપાસ દરમિયાન કેતકી વ્યાસ પાસે તેમની કાયદેસરની આવક કરતાં અંદાજે રૂ. 3.56 કરોડની અપ્રમાણસર મિલકત હોવાનો ખુલાસો થયો છે. તપાસ મુજબ આ સંપત્તિ તેમની જાણીતી આવકના સ્ત્રોતોની સરખામણીએ 68.84 ટકા વધુ હોવાનું સામે આવ્યું છે. 1 એપ્રિલ, 2012થી 31 માર્ચ, 2023 દરમિયાન કેતકી વ્યાસે પોતાના તેમજ પરિવારના સભ્યોના નામે વિવિધ મિલકતો ખરીદી હોવાનું એસીબીની તપાસમાં સામે આવ્યું છે. ACBના આરોપ મુજબ સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે સંપત્તિ એકત્ર કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.