બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : પ્રેમી યુગલો સ્વર્ગમાં સરી પડશે! સાપુતારા સોળે કળાએ ખીલી ઉઠ્યું, જુઓ અદ્દભુત નજારો
Last Updated: 10:25 AM, 13 August 2026
ડાંગ જિલ્લામાં ભારે વરસાદ બાદ કુદરતી સોંદર્ય ખીલી ઉઠ્યું છે. હીલ સ્ટેશન સાપુતારા પણ બાકાત નથી. સાપુતારામાં ઘાટમાં ધુમ્મસની ચાદર છવાતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. ધુમ્મસ અને ઝરમર વરસાદના કારણે સાપુતારાનું વાતાવરણ આહલાદક બનતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.
ADVERTISEMENT
ધુમ્મસ સાથે ઝરમર-ઝરમર વરસાદના કારણે સાપુતારાનું વાતાવરણ બન્યું આહલાદક, પ્રવાસીઓમાં ખુશી#Saputara #SaputaraRain #Dang #Monsoon #VTVDigital pic.twitter.com/WIrQKXjTbS
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 13, 2026
હળવા ઝરમર વરસાદ બાદ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ
ADVERTISEMENT
ચોમાસાની શરૂઆત સાથે જ ડાંગ જિલ્લાનું પ્રકૃતિ સૌંદર્ય નિખરી ઉઠે છે. હાલમાં સાપુતારામાં ભારે વરસાદે ભલે વિરામ લીધો હોય, પરંતુ પર્વતો પર પથરાયેલી હરિયાળી વચ્ચે હળવા ઝરમર વરસાદ અને ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. પ્રકૃતિના આ અદભુત નજારાએ સમગ્ર વિસ્તારને ખરા અર્થમાં આહલાદક બનાવી દીધો છે. ઠંડકભર્યા પવન અને ચારેકોર ફેલાયેલા ધુમ્મસના કારણે પ્રવાસીઓને ઉત્તર ભારતનાં હિલ સ્ટેશનો જેવો અહેસાસ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
પ્રવાસીઓ ચીચીયારીઓ પાડી ઉઠ્યાં
ગાઢ ધુમ્મસના કારણે સાપુતારાના ઘાટ માર્ગો પર વાહનવ્યવહારને અસર પહોંચી છે. અનેક સ્થળોએ ધુમ્મસ એટલું ગાઢ છે કે ઝીરો વિઝિબિલિટી થઈ છે જેને કારણે વાહનચાલકોને ખૂબ મુશ્કેલી પડી હતી. પ્રવાસીઓ પણ જાણે આ જ ઘડીની પ્રતિક્ષા કરતા હોય તેમ ચીચીયારીઓ પાડી ઉઠ્યાં હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.