બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 19 દિવસમાં 19 કલાક પણ નથી ચાલી લોકસભા, રાજ્યસભા તો 39.17% એ જ સમેટાઈ ગઇ

National / 19 દિવસમાં 19 કલાક પણ નથી ચાલી લોકસભા, રાજ્યસભા તો 39.17% એ જ સમેટાઈ ગઇ

Published By: Nidhi Panchal

Last Updated: 03:11 PM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2026નું સંસદનું ચોમાસુ સત્ર ભારે રાજકીય હોબાળા અને સતત મુલતવી રાખવાની ઘટનાઓ વચ્ચે પૂર્ણ થયું છે. લોકસભા અને રાજ્યસભા બંનેમાં નિર્ધારિત સમય કરતાં ઘણું ઓછું કામ થતાં સંસદીય કામગીરી પર ગંભીર અસર પડી છે.

સંસદનું ચોમાસુ સત્ર 13 ઓગસ્ટ, 2026ના રોજ પૂર્ણ થયું. અંતિમ દિવસે પણ બંને ગૃહોમાં હોબાળો યથાવત રહ્યો. લોકસભામાં વંદે માતરમ ગાયા બાદ કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી, જ્યારે રાજ્યસભામાં લગભગ એક કલાક સુધી ચર્ચા થયા બાદ કાર્યવાહી પૂર્ણ થઈ હતી.

parlament.gif

FCRA બિલ સહિતના અનેક મુદ્દાઓ પર શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ટકરાવ જોવા મળ્યો

આ સમગ્ર ચોમાસુ સત્ર દરમિયાન દાનની ચોરી, વિદ્યાર્થીઓના વિરોધ, જંતર-મંતર પર લાઠીચાર્જ અને FCRA બિલ સહિતના અનેક મુદ્દાઓ પર શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ટકરાવ જોવા મળ્યો. પરિણામે બંને ગૃહોમાં વારંવાર સૂત્રોચ્ચાર, હોબાળો અને કાર્યવાહી મુલતવી રાખવાની સ્થિતિ સર્જાઈ હતી.

કુલ 19 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું

રિસર્ચના આંકડા મુજબ, આ સત્ર માટે કુલ 19 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું અને બંને ગૃહોમાં મળીને કુલ 114 કલાક કામગીરી થવાની હતી. જોકે સતત વિક્ષેપોને કારણે આ લક્ષ્ય પૂર્ણ થઈ શક્યું નહીં. આ સત્ર દરમિયાન કુલ 173 કલાક અને 10 મિનિટનો સમય બગડ્યો હોવાનું નોંધાયું છે. રાજકીય ખેંચતાણના કારણે કરદાતાઓના આશરે ₹175 કરોડના નાણાંનો પણ બગાડ થયો હોવાનું જણાવાયું છે.

રાજ્યસભાની ઉત્પાદકતા માત્ર 39.17 ટકા

રાજ્યસભામાં કુલ 114 કલાક કામ થવાનું હતું, પરંતુ કાર્યવાહી માત્ર 37 કલાક અને 20 મિનિટ સુધી જ ચાલી શકી. એટલે કે લગભગ 76 કલાક અને 40 મિનિટનું કામ થઈ શક્યું નહીં. સમગ્ર સત્ર દરમિયાન વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન સામે પોલીસ કાર્યવાહી સહિતના વિવિધ મુદ્દાઓ પર વિપક્ષી સાંસદોએ સતત વિરોધ નોંધાવ્યો હતો. ગૃહને દિવસ દરમિયાન અનેક વખત બપોરે અને સાંજે મુલતવી રાખવાની ફરજ પડી હતી. કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ સરકાર પર મહત્વપૂર્ણ પ્રશ્નોથી બચવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે સરકાર તરફથી ચર્ચા માટે હંમેશા તૈયાર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

લોકસભાની સ્થિતિ વધુ ખરાબ રહી

રાજ્યસભાની સરખામણીએ લોકસભાની સ્થિતિ વધુ ખરાબ રહી હતી. આકંડા અનુસાર 2026ના ચોમાસુ સત્ર દરમિયાન લોકસભાની ઉત્પાદકતા માત્ર 19 ટકા રહી હતી. ગૃહ ફક્ત 17 કલાક અને 30 મિનિટ સુધી જ ચાલી શક્યું, જ્યારે લગભગ 96 કલાક અને 30 મિનિટનું કામ ખોરવાઈ ગયું. લોકસભામાં પણ સતત હોબાળો જોવા મળ્યો હતો. ઘણા મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા ખોરવાઈ ગઈ હતી અને જે બિલો પસાર થયા તેમાં પણ પૂરતી ચર્ચા થઈ શકી નહોતી. ગૃહને લગભગ દરરોજ બપોરે 12 વાગ્યે, ત્યારબાદ 2 વાગ્યે અને ઘણી વખત સાંજે 5 વાગ્યા સુધી વારંવાર સ્થગિત કરવું પડ્યું હતું. અંતિમ દિવસે પણ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે કોઈ સહમતી બની નહોતી.

કુલ 12 બિલ થયા પસાર

કાયદાકીય કામગીરીની દ્રષ્ટિએ સરકારે બંને ગૃહોમાંથી કુલ 12 બિલ પસાર કરાવ્યા. તેમાં જાહેર પરીક્ષાઓમાં અન્યાયી માધ્યમોનું નિવારણ બિલ, રાષ્ટ્રીય સન્માન, જન્મ અને મૃત્યુ નોંધણી, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારતું બિલ, MSME, કરવેરા અને અન્ય કાયદા, બેંકર્સ બુક્સ, ટ્રિબ્યુનલ સુધારા, કેરળ નામ પરિવર્તન, NCDC અને MMDR સુધારા બિલનો સમાવેશ થાય છે. જોકે ચર્ચાના મોરચે સ્થિતિ નબળી રહી હતી. લોકસભામાં મુખ્યત્વે જાહેર પરીક્ષાઓમાં છેતરપિંડી અટકાવવા સંબંધિત બિલ પર જ વિગતવાર ચર્ચા થઈ હતી. બીજી તરફ રાજ્યસભામાં MMDR સુધારા બિલ પસાર થયા બાદ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હલ્દવાનીમાં તેમના કાર્યક્રમ બાદ સ્ટેજના કથિત શુદ્ધિકરણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

રાજ્યસભાના પ્રશ્નોત્તરીના આંકડા પણ ચોંકાવનારા

રાજ્યસભાના આંકડા પણ સત્રની સ્થિતિ દર્શાવે છે. સભ્યોને કુલ 285 પ્રશ્નો પૂછવાની, 380 શૂન્યકાળ પ્રસ્તાવો અને 380 વિશેષ ઉલ્લેખ રજૂ કરવાની તક મળી હતી. જોકે ગૃહમાં માત્ર 16 પ્રશ્નો પૂછાયા, 52 શૂન્યકાળ પ્રસ્તાવો અને 93 વિશેષ ઉલ્લેખ જ રજૂ થઈ શક્યા. એટલે કે સંસદીય કામગીરી માટે ફાળવાયેલા સમયનો મોટો હિસ્સો વપરાઈ શક્યો નહોતો.

કયા બિલ પર કેટલી ચર્ચા થઈ?

2026ના ચોમાસુ સત્રમાં કુલ 12 બિલ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 11 બિલ બંને ગૃહોમાંથી પસાર થયા હતા. જોકે તમામ બિલો પર સમાન સમય સુધી ચર્ચા થઈ નહોતી. જાહેર પરીક્ષાઓ (છેતરપિંડી વિરોધી) બિલ પર સૌથી વધુ ચર્ચા થઈ હતી. આ બિલ પર લોકસભામાં 10 કલાક 55 મિનિટ અને રાજ્યસભામાં 6 કલાક 39 મિનિટ મળી કુલ 17 કલાક 34 મિનિટ ચર્ચા થઈ હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારતા બિલ પર લોકસભામાં માત્ર 4 મિનિટ અને રાજ્યસભામાં 2 કલાક 21 મિનિટ ચર્ચા થઈ હતી. કેરળ નામ પરિવર્તન બિલ પર લોકસભામાં 4 મિનિટ અને રાજ્યસભામાં 2 કલાક 16 મિનિટ ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો : ''D કંપનીમાંથી મેઈલ આવ્યો...'', દિગ્ગજ નેતાને અપાઈ જાનથી મારી નાખવાની ધમકી

કરવેરા અને અન્ય કાયદા બિલ પર લોકસભામાં 3 મિનિટ અને રાજ્યસભામાં 2 કલાક 7 મિનિટ ચર્ચા થઈ હતી. ટ્રિબ્યુનલ સુધારા બિલ પર લોકસભામાં 12 મિનિટ અને રાજ્યસભામાં 1 કલાક 52 મિનિટ ચર્ચા થઈ હતી. NCDC સુધારા બિલ પર બંને ગૃહોમાં અનુક્રમે 10 મિનિટ અને 1 કલાક 42 મિનિટ ચર્ચા થઈ હતી. તે જ રીતે MSME બિલ પર લોકસભામાં 3 મિનિટ અને રાજ્યસભામાં 1 કલાક 19 મિનિટ, રાષ્ટ્રીય સન્માન અપમાન બિલ પર 14 મિનિટ અને 1 કલાક 1 મિનિટ, બેંકર્સ બુક્સ બિલ પર 5 મિનિટ અને 52 મિનિટ તેમજ જન્મ-મૃત્યુ નોંધણી બિલ પર 4 મિનિટ અને 50 મિનિટ ચર્ચા થઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Parliament Monsoon Session Rajya Sabha News Lok Sabha Productivity

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ