ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શીલજની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં! ભોજનમાંથી કાચ બાદ VHPના હિન્દુ વિરોધી કામગીરીના આક્ષેપ
Last Updated: 05:12 PM, 11 August 2026
ADVERTISEMENT
અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. એક વાલીએ બાળકને આપવામાં આવેલા ભોજનમાંથી કાચનો ટુકડો મળી આવ્યો હોવાની ફરિયાદ કરતાં મામલો ગરમાયો છે. કાચના ટુકડાનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, ઘટનાને પગલે કેટલાક વાલીઓ સાથે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરો શાળાએ પહોંચ્યા હતા અને સમગ્ર મામલે મેનેજમેન્ટ પાસેથી જવાબ માગ્યો હતો. જોકે, વાલીઓ અને VHP કાર્યકરોના જણાવ્યા પ્રમાણે, શાળા મેનેજમેન્ટ તરફથી કોઈ જવાબદાર વ્યક્તિ તેમની સાથે વાત કરવા માટે હાજર થયો નહોતો.

ADVERTISEMENT
આ દરમિયાન VHPના એક કાર્યકરે શાળામાં કથિત રીતે હિન્દુ વિરોધી કામગીરી ચાલી રહી હોવાના આક્ષેપો કર્યા છે. કાર્યકરના જણાવ્યા મુજબ, શાળામાં છેલ્લા એક મહિનાથી પ્રેયર બંધ છે અને નેશનલ એન્થમ પણ ગવડાવવામાં આવતું નથી. જોકે, આ આક્ષેપો અંગે શાળા મેનેજમેન્ટ તરફથી સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.

ADVERTISEMENT
વાલીઓએ શાળાની અન્ય વ્યવસ્થાઓ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. વાલીઓના આક્ષેપ મુજબ, શાળાની કેન્ટિનમાં વાસી ફૂડ આપવામાં આવતું હોવાની ફરિયાદો છે. સાથે જ શાળાના પ્રિન્સિપાલ અથવા વાઇસ પ્રિન્સિપાલ નિયમિત રીતે હાજર ન હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.
સૌથી ગંભીર મુદ્દો બાળકના ભોજનમાંથી કાચનો ટુકડો મળ્યાની ફરિયાદનો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટા અને વીડિયોને પગલે વાલીઓમાં ચિંતા વધી છે. જોકે, ભોજનમાં કાચનો ટુકડો કેવી રીતે આવ્યો અને આ મામલે શાળાની જવાબદારી કેટલી છે તે અંગે સત્તાવાર તપાસ અથવા શાળા મેનેજમેન્ટનું નિવેદન હજુ સ્પષ્ટ નથી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ‘સ્વચ્છતા નહીં હોય તો નવી ગ્રાન્ટ નહીં મળે’ CMની કડક ચેતવણી, RCC રોડ પર ભાર
હાલ સમગ્ર મામલે શાળા મેનેજમેન્ટ તરફથી સત્તાવાર પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે. વાલીઓ દ્વારા ભોજનની ગુણવત્તા, કેન્ટિનની સ્વચ્છતા તેમજ શાળામાં ચાલી રહેલી અન્ય પ્રવૃત્તિઓ અંગે સ્પષ્ટતા અને યોગ્ય તપાસની માંગ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT