બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મણિનગરમાં સ્કૂલના નામે ખેલ! 20 વિદ્યાર્થીઓ પાસેથી ₹18 હજાર ફી, ભણાવ્યા ગ્રાન્ટેડ સ્કૂલમાં"
Last Updated: 02:12 PM, 11 August 2026
અમદાવાદના મણિનગરમાં ગ્રાન્ટેડ શાળાની આડમાં રૂપિયા કમાવવાનો ખેલ સામે આવ્યો છે. એલ.જે. ટ્રસ્ટના બની બેઠેલા ટ્રસ્ટી હિમાંશુ પરીખે શુભારતી સ્કૂલના નામે મંજૂરી વિના જ ધોરણ 10ના એડમિશન લીધા હતા. તેણે ફીની પહોંચ શુભારતી સ્કૂલની આપી અને ભણવા P.B.D. જોશી સ્કૂલમાં બેસાડ્યાં હતા.
ADVERTISEMENT
ક્યારે ભાંડો ફૂટ્યો
ભાંડો તો ત્યારે ફૂટ્યો કે જ્યારે વિદ્યાર્થીઓને માર્કશીટ અને સર્ટિફિકેટ P.B.D. જોશી સ્કૂલનું આપવામાં આવ્યું હતું ત્યારે હોબાળો મચ્યો હતો.
ADVERTISEMENT
હિમાંશુ પરીખે કર્યો લુલો બચાવ?
જ્યારે વાલીઓએ સવાલ કર્યો ત્યારે હિમાંશુ પરીખે એવું કહ્યું કે શુભારતી સ્કૂલને તો મંજૂરી મળી જ નથી. એટલું જ નહીં પરંતુ પાપ છૂપાવવા માટે હિમાંશુ પરીખે વાલીઓને ફી પાછી આપી દીધી હતી.
ADVERTISEMENT
ટ્રસ્ટીનો શું દાવો?
ADVERTISEMENT
એલ.જે.ટ્રસ્ટના ટ્રસ્ટી વિંદેશ શાહે એવો દાવો કર્યો કે હિમાંશુ પરીખે ખોટી રીતે વિદ્યાર્થીઓને એડમિશન આપ્યાં હતા. તેમણે DEOથી માંડી શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.