બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:31 AM, 11 August 2026
નીતિ ખીણમાં આવેલા 'તમાક નાલા'માં ફરી એકવાર પૂરની સ્થિતિ સર્જાઈ છે. તમાક નાલાના ઉપરવાસમાં વાદળ ફાટવાની ઘટનાને કારણે આવેલા પૂરે જ્યોતિર્મઠ-નીતિ-મલારી હાઈવે પર તમાક ગામ નજીક 123 BRTFદ્વારા બનાવવામાં આવેલો 'બેઈલી બ્રિજ' વહાવી દીધો છે. આ ઘટનામાં એક વાહન અને ત્યાં હાજર બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશનના એક હવાલદાર પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે. હાલ પૂરતું, આ સરહદી વિસ્તાર દેશ અને દુનિયાના અન્ય ભાગોથી સંપર્ક તૂટી થઈ ગયો છે.
ADVERTISEMENT
જ્યોતિર્મઠથી લગભગ 40 કિમી દૂર આવેલા તમક ગામ નજીક તમક નાળામાં સોમવારે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અહેવાલ મુજબ, નીતિ ખીણમાં સવારથી જ તૂટક-તૂટક વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે તમક નાળામાં પાણીનું સ્તર વધી ગયું હતું.
ADVERTISEMENT
જાણવા મળ્યું હતું કે, નાળાના જળસ્તરમાં પહેલા બપોરે 3.00 વાગ્યાની આસપાસ અને ત્યારબાદ સાંજે 4:30 વાગ્યે વધારો થયો હતો, જેના કારણે પુલ નજીકના ખેતરોને નુકસાન થયું હતું. પાણી હાઈવે પર પણ ફરી વળ્યા હતા, પરંતુ સાંજે 5:00 વાગ્યાની આસપાસ તામક નાળામાં પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ બની ગયો કે તેણે ખીણ પરના પુલ આખો વહી ગયો છે.
ADVERTISEMENT
આ દરમિયાન, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના હવાલદાર જેઓ પગપાળા સુરક્ષિત સ્થળે જઈ રહ્યા હતા, ખીણમાં આવેલા અચાનક પૂરના પ્રવાહમાં તણાઈ ગયા બાદ ગુમ થઈ ગયા હતા. પુલ નજીક રસ્તા પર પાર્ક કરેલું BROનું 'કેમ્પર' વાહન પણ પૂરના પાણીમાં તણાઈ ગયું હતું. અહેવાલો મુજબ, પૂરને કારણે અનેક મકાનોને નુકસાન થયું હતું તેમજ ખેતીલાયક જમીન અને સફરજનના બગીચા પણ ધોવાઈ ગયા હતા.
આ પણ વાંચોઃ માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે, વધશે કેન્દ્રનો પાવર
ADVERTISEMENT
પૂરના પાણીની સાથે પથ્થરો, કાટમાળ અને માટીને કારણે તમક ગામની નીચેથી વહેતી ભાગીરથી ગંગા નદીનો પ્રવાહ કામચલાઉ ધોરણે અવરોધાયો હતો. પૂર દરમિયાન, બીઆરઓ ના અધિકારીઓ જેમાં કમાન્ડન્ટનો પણ સમાવેશ થતો હતો તથા અન્ય કર્મચારીઓ, મજૂરો અને સ્થાનિક ગ્રામજનો તે વિસ્તારમાંથી ભાગીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.