બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે, વધશે કેન્દ્રનો પાવર

નેશનલ / માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે, વધશે કેન્દ્રનો પાવર

Published By: Nirav Kumar

Last Updated: 11:45 PM, 10 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે ખનિજો પર રાજ્યો દ્વારા વધારાનો ટેક્સ લગાવવાની સત્તા છીનવી લેતું બિલ રજૂ કર્યું છે, જેથી કેન્દ્રનું નિયંત્રણ વધે. આનો હેતુ ટેક્સની અસમાનતા દૂર કરીને ઉદ્યોગ, રોકાણ અને સામાન્ય નાગરિકોને લાભ પહોંચાડવાનો છે.

સંસદના મોન્સૂન સત્રમાં કેન્દ્ર સરકારે ખાણો અને ખનિજો સંબંધિત નિયમોમાં મહત્વના ફેરફારો કરતું એક બિલ રજૂ કર્યું છે. જો આ કાયદો બની જાય તો રાજ્ય સરકારો મિનરલ રાઇટ્સ પર કોઈ વધારાનો ટેક્સ નહીં લગાવી શકે. આ બિલનું નામ ‘માઇન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) અમેન્ડમેન્ટ બિલ 2026’ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ખનિજો પર ટેક્સ લગાવવાની રાજ્યોની સત્તાને લીમીટેડ કરવાનો અને કેન્દ્ર સરકારનું નિયંત્રણ વધારવાનો છે.

લોકસભામાં આ બિલ કોલસા અને ખાન મંત્રી જી. કિશન રેડ્ડીએ રજૂ કર્યું હતું. આ બિલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, “રાજ્ય સરકાર ખનિજ અધિકારો પર કોઈ ટેક્સ, સેસ કે આવા કોઈ અન્ય ચાર્જ નહીં લગાવે.” આ જોગવાઈઓ માત્ર ખનિજો પૂરતી જ નહીં, પરંતુ ખનિજવાળી જમીનો પર પણ લાગુ પડશે.

આ બિલ 2024ના સુપ્રીમ કોર્ટના તે નિર્ણય બાદ લાવવામાં આવી રહ્યું છે જેમાં 9 જજોની બેન્ચે રાજ્યોના તે અધિકારને સાચો ઠેરવ્યો હતો જેના હેઠળ તેઓ MMDR એક્ટ હેઠળ રોયલ્ટીથી અલગ ખનિજ અધિકારો પર ટેક્સ લગાવી શકતા હતા. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે રોયલ્ટી કોઈ ટેક્સ નથી.

આ બિલથી કેન્દ્રને કેવી રીતે મળશે પૂરું નિયંત્રણ?

  • કોઈ વધારાનો ટેક્સ નહીં

બિલમાં સ્પષ્ટ જોગવાઈ છે કે રાજ્ય સરકારો ખનિજ અને ખનિજવાળી જમીનો પર કોઈ ટેક્સ, સેસ કે લેવી નહીં લગાવી શકે. હવે રાજ્ય સરકારો ઇચ્છે તો પણ ખનિજ અધિકારો પર વધારાનો ટેક્સ નહીં લગાવી શકે.

  • જૂનો ટેક્સ નહીં વસૂલાશે

આ બિલમાં પ્રસ્તાવ છે કે સંશોધિત MMDRA લાગુ થાય તે પહેલાં જો રાજ્ય સરકાર પાસે ટેક્સ, સેસ અથવા લેવી જમા ન થઈ હોય તો તે વસૂલવામાં નહીં આવે. એટલે કે જૂના ટેક્સ, સેસ કે લેવીને હવે અમાન્ય માનવામાં આવશે. જોકે, કાયદો લાગુ થાય તે પહેલાં જે રકમ જમા થઈ ચૂકી હોય તે પરત કરવામાં નહીં આવે.

  • ખનિજવાળી જમીન

હાલના કાયદામાં ખનિજવાળી જમીન ખાણોના રેગ્યુલેટરી માળખામાં સામેલ નથી. પણ નવા બિલમાં પ્રસ્તાવ છે કે જે જમીનમાં કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલા માપદંડો અનુસાર ખનિજ હોય, તેને ‘ખનિજવાળી જમીન’ માનવામાં આવશે. આમ આ જમીનને કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ લાવવાનો પ્રસ્તાવ છે.

  • પણ આની જરૂર કેમ પડી?

આ બિલ રજૂ કરતી વખતે કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે ખનિજો પર ટેક્સ અને લેવી લગાવવામાં કોઈ પણ પ્રકારની ક્ષેત્રીય અસમાનતાની અસર જનહિત પર પડે છે. જો વધુ પડતા ટેક્સ અને લેવી અસંતુલિત રીતે લગાવવામાં આવે તો ઉદ્યોગ સ્થાનિક સપ્લાય લાઇનને સંપૂર્ણરીતે અવોઇડ કરી શકે છે. આથી માર્કેટનો વિકાસ યોગ્ય રીતે ન થઈ શકે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે અને પ્રદૂષણ પણ વધે.

તેમને વધુમાં કહ્યું કે ભલે આપણી પાસે ખનિજોના પૂરતા સ્થાનિક સંસાધનો હોય, પણ ઘરેલું સપ્લાય મોંઘી હોવાને કારણે ખનિજની આયાતમાં વધારાનું જોખમ પણ રહે છે.

વધુ વાંચો : વિદ્યાર્થી આંદોલનની વચ્ચે CID એક્શન મોડમાં, JPSCના પૂર્વ ચેરમેનની કરી ધરપકડ, તપાસ શરૂ થતાં જ આપી દીધું હતું રાજીનામું

તેમને ઉમેર્યું કે ટેક્સનો વધુ પડતો બોજ આખરે માલસામાનની કિંમત વધારી શકે છે અને તેના પરિણામે દેશના સામાન્ય નાગરિકો માટે પાયાની વસ્તુઓની કિંમત પણ વધી શકે છે. જો રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ (જૂના સમયથી લાગુ થતો ટેક્સ) લગાવવામાં આવે તો તેનાથી રોકાણકારોનો વિશ્વાસ ઘટી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Parliament monsoon session Mines and Minerals Bill

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ