બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કોલસાની આડમાં ચાલતો ગાંજાનો ગોરખધંધો, ઓડિશાથી આવતો ગાંજો, 64 લાખનો મુદ્દામાલ જપ્ત
Last Updated: 08:58 PM, 10 August 2026
તાપી જિલ્લામાં નશાના કાળા કારોબાર સામે પોલીસને મોટી સફળતા મળી છે. સોનગઢ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજા સાથે સોનગઢના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી મુજબ, આરોપીઓ દ્વારા કોલસાની આડમાં ગાંજાની હેરાફેરી કરવામાં આવતી હતી. ગાંજાનો જથ્થો છુપાવવા માટે ટ્રકમાં ખાસ પ્રકારનું ચોરખાનું બનાવવામાં આવ્યું હતું, જેમાં ગાંજો સંતાડીને ઓડિશાથી સોનગઢ તરફ લાવવામાં આવી રહ્યો હતો.

ADVERTISEMENT
સોનગઢ ચેકપોસ્ટ પર શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ હાથ ધરવામાં આવતા ટ્રકમાંથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંદાજે રૂ. 42 લાખની કિંમતનો ગાંજો જપ્ત કર્યો છે. સાથે જ ગાંજાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ટ્રક સહિત કુલ રૂ. 64 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT
આ મામલે પોલીસે સોનગઢના ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગાંજાનો જથ્થો ઓડિશાથી લાવવામાં આવ્યો હતો અને તેને સોનગઢમાં પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની વિગતો સામે આવી છે.
આ પણ વાંચોઃ "આપવાના છે? હા અગર ના", ભાવનગરના PSI પરમારે ખાખીને લજવી
ADVERTISEMENT
પોલીસ હવે આ સમગ્ર નશાના નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તપાસ કરી રહી છે. ગાંજો ક્યાંથી મેળવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ ગેરકાયદે હેરાફેરીમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પણ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.