બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિદ્યાર્થી આંદોલનની વચ્ચે CID એક્શન મોડમાં, JPSCના પૂર્વ ચેરમેનની કરી ધરપકડ, તપાસ શરૂ થતાં જ આપી દીધું હતું રાજીનામું
Last Updated: 03:42 PM, 10 August 2026
જંતર-મંતર પર થયેલા Gen-Z આંદોલન પછી ઝારખંડમાં પણ વિદ્યાર્થીઓએ ભ્રષ્ટાચારી તંત્ર સામે બાંયો ચઢાવી. JPSC-JSSC પરીક્ષામાં ધાંધલી થતાં વિદ્યાર્થીઓએ વિરોધનો વાવટો ફરકાવ્યો હતો. વિદ્યાર્થીઓ 10 ઓગસ્ટ 2026ના રોજ સોમવારે વિધાનસભાના ઘેરાવ માટે નીકળ્યા. આ દરમિયાન CIDએ મોટી કાર્યવાહી કરી ઝારખંડ લોક સેવા આયોગ (Jharkhand Public Service Commission)ના પૂર્વ ચેરમેન એલ ખિયાંગ્તેની ધરપકડ કરી લીદી છે. પરીક્ષામાં ધાંધલીની તપાસ CIDએ હાથ ધરી હતી, જેમાં મળેલા નોંધપાત્ર સબૂત પુરાવાના આધારે ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
CID દ્વારા JPSCની 14મી સંયુક્ત સિવિલ સર્વિસ પ્રાથમિક પરીક્ષામાં થયેલી કથિત ગડબડીઓની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 20 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.
ADVERTISEMENT
JPSC પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ જ ઉમેદવારો અને વિદ્યાર્થીઓએ પરીક્ષાની પારદર્શિતા અંગે સવાલો ઊભા કર્યા હતા. ત્યારબાદ સમગ્ર મામલે વિરોધ પ્રદર્શન શરૂ થયું અને તપાસ CIDને સોંપવામાં આવી હતી.
તપાસ દરમિયાન CIDની ટીમે રાંચી સ્થિત JPSCના મુખ્યાલય પર દરોડો પાડી મહત્વના દસ્તાવેજો કબજે કર્યા હતા. હવે પૂર્વ અધ્યક્ષ એલ. ખિયાંગ્તેની ધરપકડ બાદ તપાસને વધુ વેગ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
CIDની તપાસ શરૂ થતાં જ એલ. ખિયાંગ્તેએ JPSCના અધ્યક્ષપદેથી ઈ-મેઈલ મારફતે પોતાનું રાજીનામું રાજ્યપાલને મોકલ્યું હતું. ઝારખંડના રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવારે તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું.
ADVERTISEMENT
આ દરમિયાન CIDએ JPSC કચેરીમાં કાર્યરત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની પણ પૂછપરછ કરી હતી તેમજ મહત્વના દસ્તાવેજોની વિગતવાર તપાસ હાથ ધરી હતી. તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે પરીક્ષામાં ગેરરીતિ કેવી રીતે આચરાઈ, તેના પાછળ કોણ મુખ્ય સૂત્રધાર હતું અને આખું ષડયંત્ર કેવી રીતે રચાયું.
આ પણ વાંચો- વિદ્યાર્થી આંદોલન પર ગૃહ મંત્રી અમિત શાહ સંસદમાં આપશે જવાબ, મંત્રી કિરણ રિજીજીનું સત્તાવાર એલાન
ADVERTISEMENT
આ સમગ્ર મામલામાં હવે અમલીકરણ નિર્દેશાલય (ED) પણ સક્રિય બન્યું છે. સોમવારે EDએ JPSC પરીક્ષા કૌભાંડમાં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે.
ADVERTISEMENT
માહિતી મુજબ, EDએ CID દ્વારા નોંધાયેલી FIRના આધારે સ્વપ્રેરિત રીતે (સુઓ મોટો) કેસ દાખલ કર્યો છે. રાજ્ય સરકાર તરફથી કોઈ અલગ ભલામણ મળ્યા વિના જ EDએ કાર્યવાહી શરૂ કરી છે. હવે તપાસનો વ્યાપ માત્ર પરીક્ષા ગેરરીતિ સુધી સીમિત નહીં રહે, પરંતુ નાણાકીય લેવડદેવડ અને સંભવિત ગેરકાયદે લાભની દિશામાં પણ આગળ વધશે.
પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓને કારણે વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પારદર્શક ભરતી પ્રક્રિયા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પૂર્વ અધ્યક્ષની ધરપકડ બાદ સમગ્ર કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.