બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:21 AM, 10 August 2026
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ચાર જજોને વિવિધ હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રમોશન આપવાની ભલામણ કરી છે. આ નિર્ણય મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતામાં 6 ઓગસ્ટે યોજાયેલી કોલેજિયમની બેઠકમાં લેવાયો હતો.
ADVERTISEMENT
કોલેજિયમે દિલ્હી હાઈ કોર્ટના જજ જસ્ટિસ વી. કમલેશ્વર રાવને પટના હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રમોશન આપવાની ભલામણ કરી છે. બોમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ રવીન્દ્ર વી. ઘુગેને કોલકાતા હાઈ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવાની ભલામણ કરવામાં આવી છે.
ઇલાહાબાદ હાઈ કોર્ટના જજ જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠીને બોમ્બે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવાની ભલામણ કરવામાં આવી છે. જેમાં કોલેજિયમે પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટના જસ્ટિસ અશ્વની કુમાર મિશ્રાને તે જ હાઈ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રમોશન આપવાની પણ ભલામણ કરી છે.
ADVERTISEMENT
બીજા નિર્ણયમાં કોલેજિયમે બે હાઈ કોર્ટના જજોના ટ્રાન્સફરની પણ ભલામણ કરી છે. જેમાં ઓડિશા હાઈ કોર્ટના જજ જસ્ટિસ માનસ રંજન પાઠકનું ટ્રાન્સફર ગુજરાત હાઈ કોર્ટમાં કરવામાં આવ્યું છે જ્યારે ઓડિશા હાઈ કોર્ટના જસ્ટિસ કૃષ્ણ રામ મહાપાત્રનું ટ્રાન્સફરની છત્તીસગઢ હાઈ કોર્ટમાં કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટ કોલેજિયમની આ ભલામણો પર કેન્દ્ર સરકાર હાઈ કોર્ટના જજોની નિમણૂક અને ટ્રાન્સફર સંબંધિત વર્તમાન પ્રક્રિયાના નિયમો અનુસાર કાર્યવાહી કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.