બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ખાડાનું સામ્રાજ્ય, પુલો પર બિસમાર રસ્તાથી વાહનચાલકો પરેશાન
Last Updated: 02:40 PM, 10 August 2026
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર વડોદરા તરફથી અમદાવાદ આવતા વાહનચાલકો માટે મુસાફરી મુશ્કેલીભરી બની છે. વાત્રક, મેશ્વો, ખારી અને શેઢી નદી પરના પુલો પર રસ્તાની હાલત બિસમાર બની જતાં ઠેરઠેર મોટા ખાડા પડી ગયા છે. પુલો પર રોડનું લેવલ પણ અસમતલ હોવાથી વાહનો પસાર થાય ત્યારે ભારે ઝાટકા અનુભવાય છે.
ADVERTISEMENT

એક તરફ વાહનચાલકો પાસેથી નિયમિત ટોલટેક્સ વસૂલવામાં આવે છે, તો બીજી તરફ માર્ગની જાળવણીના અભાવે હાલાકી ભોગવવી પડી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે પુલો પર પૂરતી સ્ટ્રીટ લાઇટનો અભાવ હોવાથી જોખમ વધી જાય છે. અંધકારમાં ઝડપથી પસાર થતા વાહનચાલકોને ખાડા સમયસર દેખાતા નથી અને વાહનો ખાડામાં પટકાતા અકસ્માતનું જોખમ સર્જાય છે.
ADVERTISEMENT
ખાડામાં વાહન પટકાવાથી ટાયર, સસ્પેન્શન સહિતના વાહનના ભાગોને નુકસાન થવાની સાથે વાહનચાલક કાબૂ ગુમાવે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. વાહનચાલકોની માગ છે કે પુલો પર તાત્કાલિક ડામર પેચવર્ક કરી રસ્તાને સમતલ કરવામાં આવે અને પૂરતી લાઇટિંગ વ્યવસ્થા કરવામાં આવે.
ADVERTISEMENT
આ પણ વાંચો : દેશની પાંચ પ્રસ્તાવિત યુનિવર્સિટી ટાઉનશિપમાંથી એક માટે ગુજરાતની દાવેદારી
આ મુદ્દે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીને ઈ-મેઈલ મારફતે રજૂઆત કરી તાત્કાલિક મરામત અને જરૂરી સુવિધા પૂરી પાડવા અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.