બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ બનશે પૂરમુક્ત, IIT ગાંધીનગર બનાવી રહ્યું છે ટેક પ્લેટફોર્મ, વરસાદની બધી માહિતી આપશે
Last Updated: 02:11 PM, 10 August 2026
શહેરમાં પૂર અને જળભરાવની સમસ્યાનો સામનો કરવા માટે આઈઆઈટી ગાંધીનગર દ્વારા ‘Rain2Resilience’ નામનું ટેક પ્લેટફોર્મ વિકસાવવામાં આવી રહ્યું છે. આ સિસ્ટમ વરસાદના ડેટા, હવામાન આગાહી, ડ્રેનેજ માહિતી, સેટેલાઇટ ડેટા, ફિલ્ડ પુરાવા અને નાગરિકોના રિપોર્ટને એક જ જગ્યાએ લાવી પૂરનાં જોખમનું આકલન કરવામાં મદદ કરશે.અમદાવાદના રસ્તા ભારે વરસાદ બાદ પાણીમાં ગરકાવ થઈ જાય છે. તેના પાછળ વરસાદની તીવ્રતા, ડ્રેનેજની સ્થિતિ, બદલાયેલ રોડ લેવલ, બાંધકામ અને પાણીના નિકાલની સમસ્યા જેવાં અનેક કારણો જવાબદાર છે.
ADVERTISEMENT
એએમસીને સમયસર ચેતવણી મળી રહેશે
આઈઆઈટી ગાંધીનગરના રિસર્ચ પાર્ક ઇન્ક્યુબેશન સિસ્ટમના સહયોગથી વિકસાવવામાં આવતી આ ટેક્નોલોજીનો હેતુ માત્ર પૂરગ્રસ્ત વિસ્તારોનો નકશો બનાવવાનો નથી, પરંતુ એએમસીને સમયસર ચેતવણી અને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરવાનો છે.
ADVERTISEMENT
નાગરિકોના ફોટો-રિપોર્ટથી મળશે સ્થાનિક માહિતી
તાજેતરના ટ્રાયલ દરમિયાન નાગરિકોને પાણી ભરાયેલાં સ્થળનો ફોટો, લોકેશન, પાણીની ઊંડાઈ અને સમય જેવી માહિતી અપલોડ કરવાની સુવિધા આપવામાં આવી હતી. આ માહિતીના આધારે શહેરના પૂર હોટસ્પોટ ઓળખી શકાશે અને ફિલ્ડ ટીમોને ઝડપી પ્રતિસાદ આપવામાં મદદ મળશે.
ADVERTISEMENT
જીપીયુ મોડેલથી ચકાસાશે પૂરનાં સંભવિત દૃશ્યો
Rain2Resilienceમાં જીપીયુ આધારિત ફ્લડ મોડેલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે, જે શહેરમાં પૂરનાં વિવિધ સંભવિત દૃશ્યો ઝડપથી તૈયાર કરી શકશે. ડ્રેનેજ સુધારણા, અસ્થાયી પમ્પિંગ, પાણી સંગ્રહ કે મહત્વના માર્ગોના રક્ષણ જેવા વિકલ્પોની અસર પણ ચકાસી શકાશે. આ સિસ્ટમ અમદાવાદના સ્થાનિક વરસાદી પેટર્ન, ડ્રેનેજ નેટવર્ક અને ફિલ્ડ ડેટા અનુસાર સતત અપડેટ થઈ શકશે.
ADVERTISEMENT
વધુ વાંચો : ગુજરાતમાં એક વર્ષમાં 17 આરોપી પર પોલીસ ફાયરિંગ, 6 આરોપીઓ દુષ્કર્મના, 2ના મોત થયા હતા
વરસાદના રેકોર્ડ સાથે વધુ સ્માર્ટ બનશે સિસ્ટમ
ADVERTISEMENT
વરસાદના રેકોર્ડ, ફિલ્ડ સર્વે, મ્યુનિસિપલ ડેટા, સેટેલાઇટ માહિતી અને નાગરિકોના રિપોર્ટ એકત્ર થતાં સિસ્ટમ શહેરના બદલાતા પૂર જોખમને વધુ સારી રીતે ઓળખી શકશે. નાગરિકો માટે તેનો લાભ વધુ ઝડપી ચેતવણી, અસરકારક મ્યુનિસિપલ પ્રતિસાદ અને પૂર નિયંત્રણ માટે વધુ સચોટ આયોજનના રૂપમાં મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.