બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હવે તમામ કોમર્શિયલ બિલ્ડિંગમાં બે મીટર પહોળી સીડી ફરજિયાત કરવાની તૈયારી
Last Updated: 02:55 PM, 10 August 2026
રાજ્ય સરકારે શહેરમાં બનનારા તમામ કોમર્શિયલ બાંધકામોમાં ઓછામાં ઓછી બે મીટર પહોળાઈ ધરાવતી સીડી (સ્ટેરકેસ) બનાવવાનું ફરજિયાત કરવાની દરખાસ્ત કરી છે. બિલ્ડિંગની ઊંચાઈને ધ્યાનમાં લીધા વિના તમામ કોમર્શિયલ બાંધકામોમાં આ નિયમ લાગુ કરવામાં આવશે.
ADVERTISEMENT

હાલમાં કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (સીજીડીસીઆર) મુજબ ૨૫ મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા કોમર્શિયલ બિલ્ડિંગમાં સીડીની પહોળાઈ ૧.૫ મીટર અને ૨૫ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા બિલ્ડિંગમાં બે મીટર હોવાની જોગવાઈ છે. હવે આ નિયમમાં ફેરફાર કરીને તમામ કોમર્શિયલ બિલ્ડિંગ માટે બે મીટરની પહોળાઈ ફરજિયાત કરવાની તૈયારી છે.
ADVERTISEMENT
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે 28 જુલાઈના રોજ CGDCRમાં સુધારા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ અંગે સરકાર દ્વારા લોકો પાસેથી વાંધા અને સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ કોમર્શિયલ બિલ્ડિંગમાં માત્ર ઓફિસો અને દુકાનો જ નહીં, પરંતુ રેસ્ટોરાં જેવા વધુ લોકોની અવરજવર ધરાવતા એકમો પણ હોય છે. આવા સ્થળોએ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી સુરક્ષાના હેતુથી સીડીની પહોળાઈ વધારવી જરૂરી બની છે.
ADVERTISEMENT
એક અધિકારીએ જણાવ્યું કે, સીડીનો માર્ગ વધુ પહોળો હશે તો કટોકટી કે આગ જેવી સ્થિતિમાં વધુ લોકો ઝડપથી બિલ્ડિંગમાંથી બહાર નીકળી શકશે. આ મુદ્દે વિવિધ મહાનગરપાલિકાઓના અધિકારીઓ તરફથી પણ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. સરકાર અન્ય એક મહત્ત્વપૂર્ણ સુધારા પર પણ કામ કરી રહી છે. બંગલા પ્રકારનાં બાંધકામ સંબંધિત નિયમોમાં રહેલી છટકબારીઓ દૂર કરવાની તૈયારી ચાલી રહી છે. હાલમાં કેટલાક લોકો નિયમોમાં રહેલી અસ્પષ્ટતાનો લાભ લઈને ત્રણ કે પાંચ માળના બંગલા માટે બાંધકામ પ્લાન મંજૂર કરાવે છે અને બાદમાં તેના અલગ અલગ ફ્લોર વેચી દે છે.
ADVERTISEMENT
સરકારે હવે CGDCRમાં સુધારો કરીને બંગલા પ્રકારનાં બાંધકામની મહત્તમ ઊંચાઈ ૧૨ મીટર સુધી મર્યાદિત કરવાની દરખાસ્ત કરી છે. ૧૨ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતાં રહેણાક બાંધકામને એપાર્ટમેન્ટ ગણાશે, દરખાસ્ત મુજબ ૧૨ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતાં રહેણાક બાંધકામને એપાર્ટમેન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. આવાં બાંધકામમાં ફરજિયાત માર્જિન સ્પેસ જાળવવી પડશે તેમજ ફાયર એનઓસી મેળવવી પડશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સુરક્ષા ધોરણો મજબૂત કરવા અને ઇમર્જન્સી સમયે જાનહાનિનું જોખમ ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા બિલ્ડિંગ નિયમોમાં આ મોટા ફેરફારોની તૈયારી કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.