બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરેન્દ્રનગરમાં મહિલાના મોત બાદ હોબાળો, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

દુઃખદ / સુરેન્દ્રનગરમાં મહિલાના મોત બાદ હોબાળો, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

Published By: Vishal Khamar
Reported By: Sachin Pithava

Last Updated: 09:52 PM, 10 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરના દુધરેજ નર્મદા કેનાલમાં શાહીન ખોખર નામની મહિલાએ આપઘાત કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે.

સુરેન્દ્રનગર દુધરેજ નજીક નર્મદા કેનાલમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક મહિલા શાહીન ખોખર હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ મહિલાએ નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે.

ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. મૃતક મહિલાના પરિવારજનોએ તેના સાસરીયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારજનોના આક્ષેપ મુજબ, સાસરીયાઓ દ્વારા આપવામાં આવતા કથિત ત્રાસથી કંટાળીને શાહીન ખોખરે આપઘાતનું પગલું ભર્યું હતું.

મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને સાસરીયા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

પરિવારજનોએ સ્પષ્ટ માંગ કરી છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. ઘટનાને પગલે પોલીસ પણ ગાંધી હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ કોલસાની આડમાં ચાલતો ગાંજાનો ગોરખધંધો, ઓડિશાથી આવતો ગાંજો, 64 લાખનો મુદ્દામાલ જપ્ત

મહિલાના મોત પાછળના ચોક્કસ કારણો તેમજ પરિવારજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની પોલીસ તપાસ કરી રહી છે. તપાસ બાદ સમગ્ર ઘટનાની હકીકત અને જવાબદારી અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surendranagar News Dhrangadhra Narmada Canal hahin Khokhar

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ