બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, જામનગરમાં એક જ દિવસમાં 3 બાળકોનાં મોત

હરકતમાં / ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, જામનગરમાં એક જ દિવસમાં 3 બાળકોનાં મોત

Published By: Vishal Khamar
Reported By: Hiren Parmar

Last Updated: 10:27 PM, 10 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરની જીજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધી 12 કેસ નોંધાયા છે. 8 બાળ દર્દીઓના મોત થયા છે, જ્યારે 2 બાળકો સારવાર હેઠળ છે.

જામનગરમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં કુલ 12 કેસ નોંધાયા છે, જેમાંથી 8 બાળ દર્દીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ચિંતાજનક બાબત એ છે કે એક જ દિવસમાં વધુ ત્રણ બાળકોના મોત થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું

મળતી માહિતી મુજબ, ધ્રોલના એક બાળક અને કાલાવડના બે બાળકો સહિત કુલ ત્રણ બાળ દર્દીઓએ સારવાર દરમિયાન દમ તોડ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું છે અને ચાંદીપુરા વાયરસના સંભવિત કેસોની દેખરેખ વધારી દેવામાં આવી છે.

બે બાળકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું

હાલમાં જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા વધુ બે બાળકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. તબીબોની ટીમ દ્વારા બંને બાળકોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા વધી

જામનગરમાં અત્યાર સુધી નોંધાયેલા 12 કેસમાંથી 8 બાળકોના મોત થયા હોવાથી ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા વધી છે. ખાસ કરીને એક જ દિવસમાં ત્રણ બાળકોના મોતની ઘટનાએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી છે.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં મહિલાના મોત બાદ હોબાળો, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

આરોગ્ય તંત્ર દ્વારા સંભવિત ચાંદીપુરા કેસોની વહેલી ઓળખ, સારવાર અને જરૂરી તકેદારી માટે કામગીરી તેજ કરવામાં આવી છે. વાલીઓને બાળકોમાં ચાંદીપુરા વાયરસના સંભવિત લક્ષણો જોવા મળે તો તાત્કાલિક તબીબી સારવાર લેવાની અપીલ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jamnagar Chandipura Virus Chandipura Virus Gujarat Chandipura Virus Cases

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ