બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દાહોદમાં પથ્થરમારો, 200ના ટોળા સામે થઇ ફરિયાદ, 13 પકડાયા

કાર્યવાહી / દાહોદમાં પથ્થરમારો, 200ના ટોળા સામે થઇ ફરિયાદ, 13 પકડાયા

Published By: Vishal Khamar
Reported By: Utsav Panchal

Last Updated: 11:13 PM, 10 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન રેલીમાં પથ્થરમારા મામલે પોલીસે 14 નામજોગ આરોપીઓમાંથી 13ની ધરપકડ કરી. પકડાયેલા 13 પૈકી 10 AAPના હોદેદારો અને કાર્યકર્તાઓ છે.

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન દાહોદમાં યોજાયેલી રેલીમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસે કુલ 14 નામજોગ આરોપીઓ સહિત અન્ય 200 જેટલા લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. તપાસ દરમિયાન પોલીસે 14માંથી 13 આરોપીઓની ધરપકડ કરી છે.

પથ્થરમારાની ઘટના બની

મળતી માહિતી મુજબ, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત દાહોદમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન DJ સાથે રેલી કાઢવામાં આવતા મામલો ગરમાયો હતો. ત્યારબાદ પરિસ્થિતિ વધુ વણસતાં પથ્થરમારાની ઘટના બની હતી. પથ્થરમારા બાદ પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.

સમગ્ર મામલે તપાસ શરૂ કરી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે રેલી દરમિયાનના CCTV સર્વેલન્સ કેમેરાના ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવાની કામગીરી હાથ ધરી હતી.

13 આરોપીઓને ઝડપી પાડ્યા

તપાસ દરમિયાન પોલીસે કુલ 14 નામજોગ આરોપીઓ પૈકી 13 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા 13 આરોપીઓ પૈકી 10 આરોપીઓ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, જામનગરમાં એક જ દિવસમાં 3 બાળકોનાં મોત

હાલ પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકો અંગે પણ તપાસ આગળ ધપાવી રહી છે. ઘટનાને પગલે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dahod News World Tribal Day Rally Dahod Stone Pelting Case

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ