બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિરપરડા ગામના કૂવાનું પાણી હિલોળે કેમ ચડ્યું? કારણ તપાસવા મોરબી પહોંચી વૈજ્ઞાનિકોની ટીમ

મોરબી / વિરપરડા ગામના કૂવાનું પાણી હિલોળે કેમ ચડ્યું? કારણ તપાસવા મોરબી પહોંચી વૈજ્ઞાનિકોની ટીમ

Published By: Vishal Khamar
Reported By: Dev Sanaliya

Last Updated: 07:12 PM, 10 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીના વિરપરડા ગામે કૂવાના પાણીમાં હિલોળા મારવાની રહસ્યમય ઘટનાની તપાસ માટે જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમ પહોંચી. ડાયરેક્ટર વિજયકુમાર દાસે સ્થળનું નિરીક્ષણ કર્યું.

મોરબી જિલ્લાના વિરપરડા ગામે કૂવાના પાણીમાં રહસ્યમય રીતે હિલોળા મારવાની ઘટનાએ સ્થાનિકોમાં કુતૂહલ જગાવ્યું છે. ઘટનાની હકીકત જાણવા હવે કેન્દ્ર સરકારની વૈજ્ઞાનિક સંસ્થા **જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI)**ની ટીમ વિરપરડા ગામે પહોંચી છે.

કૂવાના પાણીનું નિરીક્ષણ કર્યું

જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર બિજયકુમાર દાસની આગેવાની હેઠળ ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઈ કૂવાના પાણીનું નિરીક્ષણ કર્યું હતું. ટીમે માત્ર કૂવામાં હિલોળા મારતા પાણીની સ્થિતિ જ નહીં, પરંતુ કૂવાની આસપાસના સમગ્ર વિસ્તારનું પણ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

વૈજ્ઞાનિક રીતે તપાસ હાથ ધરવામાં આવી રહી

વિરપરડા ગામના કૂવામાં પાણી સતત હિલોળા લેતું હોવાની ઘટનાને લઈને વૈજ્ઞાનિક રીતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પાણીમાં આવી રહેલા હિલોળા પાછળનું કારણ શું છે અને ભૂગર્ભીય પરિબળોની કોઈ ભૂમિકા છે કે કેમ તે જાણવા ટીમ દ્વારા સ્થળ પર વિવિધ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે મુલાકાત લીધી

આ ઉપરાંત, ઘટનાસ્થળ નજીક આવેલા અન્ય એક કૂવાની પણ જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે મુલાકાત લીધી હતી. બંને કૂવાની સ્થિતિ અને આસપાસના ભૂગર્ભીય વિસ્તારની સરખામણી કરીને ઘટનાના સંભવિત કારણો અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ડૉક્ટરના આપઘાત કેસમાં ખુલાસો, 4 આરોપી 6 મહિના માટે સસ્પેન્ડ, અન્ય 4 ફેકલ્ટીને પણ નોટિસ મળી

હાલ સમગ્ર ઘટનાને લઈને વૈજ્ઞાનિક તપાસ ચાલી રહી છે. GSIની તપાસ પૂર્ણ થયા બાદ કૂવાના પાણીમાં જોવા મળતા અસામાન્ય હિલોળા પાછળનું વાસ્તવિક કારણ સામે આવવાની શક્યતા છે. આ ઘટનાને પગલે વિરપરડા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં પણ લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Geological Survey of India Virparada village Morbi Virparada well water mystery

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ