બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / યુવકે લોહીવાળા કપડાં નદીમાં ફેંક્યાં, હોટેલમાં રૂ.700 આપીને ઉંમર, કલોલમાં સગીરા દુષ્કર્મ-મોત કેસમાં ઘટસ્ફોટ
Last Updated: 06:50 AM, 11 August 2026
કલોલ તાલુકાની 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ પછી મોતની ઘટનાએ ચકચાર મચાવી છે. 6 ઓગસ્ટે પેથાપુરના 22 વર્ષીય પ્રેમીએ સેકટર 16ના કેપિટલ ગેસ્ટ હાઉસ કમ હોટેલના રૂમમાં દુષ્કર્મ આચર્યું હતું. પેથાપુર પોલીસે આરોપી દિશાંતની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કરતાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
ADVERTISEMENT
લોહીવાળા થયેલા કપડાં સાબરમતી નદીમાં ફેંક્યા
દુષ્કર્મ બાદ સગીરાના ભારે બ્લીડિંગ થતાં આરોપીએ પોતાના લોહિવાળા થયેલા કપડાં સાબરમતી નદીમાં ફેંક્યા હતા અને આરોપી દિશાંતે હોટેલમાં રિસેપ્શનિસ્ટને રૂ.700 આપીને સગીરાની ઉંમર છુપાવી હતી.પોલીસે ડિવાઇન હોસ્પિટલમાંથી સગીરાનું જીન્સ પેન્ટ કપડા, CCTV કબ્જે લીધાં છે.
ADVERTISEMENT
ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો, ગૃહિણીનું ગણિત બગડ્યું, જાણો સિંગતેલ-કપાસિયાનો ભાવ
શું હતો બનાવ?
ADVERTISEMENT
કલોલ તાલુકાની 17 વર્ષીય સગીરા પર તેના 22 વર્ષીય પ્રેમી દિશાંતે ગેસ્ટ હાઉસમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ સગીરા પર ગેસ્ટહાઉસમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ સગીરા બેભાન થઈ હતી અને આરોપીએ પોતાના પિતાને જાણ કરી હતી. આરોપીના પિતાએ સગીરાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખળ કરાવી હતી. રક્તસ્ત્રાવ અને ઇન્ફેક્શનના કારણે સારવાર દરમિયાન સગીરાનું મોત થયું છે. પેથાપુર પોલીસે પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરાર આરોપી દીપ શર્માને ઝડપી પાડવા પેથાપુર પોલીસે તપાસ તેજ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.