બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2047 સુધી ગીરનું સિંહક્ષેત્ર 50 હજાર ચોરસ કિમી સુધી વિસ્તરશે

નવી પહેલ / 2047 સુધી ગીરનું સિંહક્ષેત્ર 50 હજાર ચોરસ કિમી સુધી વિસ્તરશે

Published By: Hiralal Parmar

Last Updated: 02:40 PM, 11 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્રના 11 જિલ્લા અને 80 તાલુકામાં સિંહોની વસાહત પહોંચવાની શક્યતા, સંરક્ષણ માટે બીજા ઘર અને વધુ સુરક્ષાની જરૂર

ગુજરાતમાં એશિયાટિક સિંહોનો વસવાટ વિસ્તાર આગામી બે દાયકામાં નોંધપાત્ર રીતે વધી શકે છે. નિષ્ણાતોના અંદાજ મુજબ વર્ષ 20247 સુધીમાં સિંહોનો વિસ્તાર આશરે 50 હજાર ચો.કિમી સુધી પહોંચી શકે છે. હાલ સિંહો આશરે 35 હજાર ચો.કિમી વિસ્તારમાં ફેલાયેલા છે. વધતા વિસ્તારને કારણે સિંહો અને માનવ વસાહતો વચ્ચે સંઘર્ષનું જોખમ પણ વધી શકે છે.

સિંહોનાં સંરક્ષણ માટે બીજું સુરક્ષિત ઘર શોધવું પડશે

નિષ્ણાતોએ સિંહોનાં સંરક્ષણ માટે બીજું સુરક્ષિત ઘર ઊભું કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. 2025ની ગણતરી મુજબ ગુજરાતમાં સિંહોની સંખ્યા વધી 891 થઈ છે, જ્યારે 2015માં આ સંખ્યા 523 હતી. જોકે, વધતી વસતિને ધ્યાનમાં રાખીને સિંહોના નવા વિસ્તારોમાં સુરક્ષા અને સ્થાનિક લોકોની ભાગીદારી વધુ મહત્ત્વની બનશે.

વધુ વાંચો : 'મેડમ બોલાવે એટલે તરત આવી જવાનું' સુરત સિવિલ રેગિંગ ગેંગની લીડર નીકળી ડો.દીક્ષિતા ઘેવરિયા

નવા સુરક્ષિત વિસ્તારો વિકસાવવાની જરૂરિયાત

સિંહોના વસવાટ વિસ્તારના વિસ્તરણ સાથે માનવ-સિંહ સંઘર્ષની શક્યતા પણ વધી શકે છે. નિષ્ણાતોના મતે નવા વિસ્તારોમાં સિંહોની સુરક્ષા સાથે સ્થાનિક લોકોનાં હિતોનું પણ ધ્યાન રાખવું જરૂરી બનશે. સિંહોની સંખ્યા સતત વધી રહી હોવાથી માત્ર હાલના ગીર વિસ્તાર પર આધાર રાખવાને બદલે નવા સુરક્ષિત વિસ્તારો વિકસાવવાની જરૂરિયાત પણ વધી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gir forest news gir forest

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ